ઈમાનદાર લોકોની ધરપકડ કરીને ગદ્દારી કરો છોઃ આ રાજ્યના સીએમે કેન્દ્રની કરી ટીકા
બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુર શહેરમાં જાહેર સભાને સંબોધિત કરતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપ (ભારતીય જનતા પાર્ટી) પર જોરદાર શાબ્દિક પ્રહાર કર્યા હતા. આમ આદમી પાર્ટીના અનેક મોટા નેતાઓની ધરપકડ કરવામાં આવી છે. આ બાબતે કેજરીવાલે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે જે લોકો ઈમાનદાર લોકોની ધરપકડ કરી રહ્યા છે તેઓ દેશ સાથે ગદ્દારી કરી રહ્યા છે.
આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે એક સભાને સંબોધતા કહ્યું હતું કે આમ આદમી પાર્ટી (આપ)ની ત્રણ વિચારધારાઓથી બનેલી છે. કટ્ટર ઈમાનદારી, કટ્ટર દેશભક્તિ અને માનવતા. અમારી પાર્ટી આ ત્રણેય વિચારધારાથી બનેલી છે.
કેજરીવાલે કહ્યું હતું કેન્દ્ર સરકારે દેશમાં હોસ્પિટલો બનાવી નથી. કેન્દ્ર સરકારે સત્યેન્દ્ર જૈનને જેલમાં ધકેલ્યા હતા. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું હતું કે તેઓ હોસ્પિટલો નહીં બનાવે પણ કેજરીવાલની હોસ્પિટલો બંધ કરાવો. મનીષ સિસોદિયાએ શહેરમાં શાળાઓ બનાવી હતી.
આજે તે શાળાઓમાં મજૂરો અને ખેડૂતોના બાળકો એન્જિનિયર અને ડોક્ટર થઈને બહાર નીકળે છે. કેન્દ્ર સરકારે મનીષ સિસોદિયાને જેલમાં પણ પૂર્યા. હવે તેઓ કહી રહ્યા છે કે કેજરીવાલની પણ ધરપકડ કરવામાં આવશે. અરે, તમે કેજરીવાલની ધરપકડ કરશો પણ કેજરીવાલના વિચારોની કેવી રીતે ધરપકડ કરશો?
કેજરીવાલે આગળ વધારતા કહ્યું હતું કે તમે આ વિચારધારાને કેવી રીતે પકડી પાડશો અને કયા ગુના હેઠળ ધરપકડ કરશો? તેઓ રોજ દિલ્હીમાં ઊભા રહીને અમારું કામ રોકવા માંગો છો. તેઓ ભારતના હૃદયને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે આ વાત દેશ ક્યારેય સ્વીકારશે નહીં. કેન્દ્ર સરકાર આમરા સારા કામોને અટકાવી રહ્યા છે અને ઈમાનદાર લોકોની ધરપકડ કરી રહ્યા છે.