નેશનલ

યોગી સરકાર શરૂ કરશે 40 સંસ્કૃતની સ્કૂલો…

લખનઉ: યોગી સરકારે બાળકોને સંસ્કૃત ભાષા શીખવાડવા માટે એક નવી પહેલ કરી છે. સંસ્કૃતનો અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે અને રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા તેમજ ખાસ તો સંસ્કૃત ભાષામાં બાળકોની રુચિ વધારવા માટે સરકાર રાજ્યના દરેક જિલ્લામાં નિવાસી સંસ્કૃત શાળાઓ ખોલવાનું આયોજન કરી રહી છે. આ નવી સંસ્કૃત રેસિડેન્શિયલ સ્કૂલોમાં આધુનિક સુવિધાઓ હશે અને તેમાં બાળકોને રહેવાની અને જમવાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

આ શાળાઓમાં સંસ્કૃત ભાષાને પ્રાધાન્ય આપવા માટે દરેક વાતચીત અને કામકાજ સંસ્કૃતમાં જ કરવામાં આવશે. મોટાભાગની શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ હશે. આ રેસિડેન્શિયલ સંસ્કૃત શાળાઓમાં માત્ર ધોરણ 12 સુધીનું શિક્ષણ જ નહીં પરંતુ ત્યારબાદ રોજગાર સંબંધિત શિક્ષણ પણ આપવામાં આવશે. આ યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 35 સંસ્કૃત શાળાઓ અને બીજા તબક્કામાં 40 સંસ્કૃત શાળાઓની સ્થાપના કરવામાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ એક જ કેમ્પસમાં સંપૂર્ણ સંસ્કૃત વાતાવરણમાં સંસ્કૃત શિક્ષણ આપવાનો છે. શિક્ષણ વિભાગે બે મહિના પહેલા દરખાસ્ત તૈયાર કરી હતી અને વિવિધ એજન્સીઓ પાસેથી અભિપ્રાય લીધા બાદ નાણા વિભાગે તેને મંજૂરી પણ આપી દીધી છે. હવે તેને કેબિનેટમાં મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

આ યોજના હેઠળ નિવાસી સંસ્કૃત શાળાઓમાં તમામ પ્રકારની આધુનિક બાબતોનો સમાવેશ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને NCERT(National Council of Educational Research and Training)ના પુસ્તકોમાંથી ભણાવવામાં આવશે. આ શાળાઓમાં સંસ્કૃતની સાથે અન્ય આધુનિક વિષયો પણ ભણાવાશે પરંતુ સંસ્કૃત ભાષા પર વધારે ભાર આપવામં આવશે અને બાળકો સાથે વાત કરવામાં પણ શક્ય ત્યાં સુધી સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવામાં આવશે. અહીં અભ્યાસ બાદ ધોરણ 12 સુધીના શિક્ષણની સાથે રોજગારલક્ષી શિક્ષણ પણ આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ…