નેશનલ

ઉત્તર પ્રદેશના સીએમ Yogi Adityanath એ કહ્યું મહારાણા પ્રતાપ અને શિવાજી સાચા રાષ્ટ્ર નાયકો…

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath)દાદરી NTPC પરિસરમાં વીર શિરોમણી મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ પ્રસંગે જાહેર સભાને સંબોધતા તેમણે કહ્યું કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદ સિંહ આપણા સાચા રાષ્ટ્ર નાયકો છે. યોગી આદિત્યનાથે કહ્યું કે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી અને ગુરુ ગોવિંદ સિંહનું જીવન આપણને શીખવે છે કે આત્મસન્માન સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. તેમણે યુવાનોને આ મહાપુરુષો પાસેથી પ્રેરણા લેવા અને હંમેશા પોતાના દેશ, ધર્મ અને સંસ્કૃતિ માટે ઉભા રહેવા અપીલ કરી.

Also read : ટેરિફ મુદ્દે ભારતના ‘વલણ’ની કોંગ્રેસે કરી ટીકા, પીએમ મોદીને વખાણ સાંભળવા ગમે છે પણ…

@myogiadityanath

સીએમ યોગીએ કહ્યું કે અકબર હોય કે ઔરંગઝેબ, હિન્દુઓ પ્રત્યે તેમની માનસિકતા હંમેશા સમાન રહી છે. હલ્દીઘાટીના યુદ્ધનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે મહારાણા પ્રતાપે પોતાના સ્વાભિમાન અને ધર્મના રક્ષણ માટે પોતાની બધી શક્તિ લગાવી દીધી હતી. હલ્દીઘાટીની માટી હજુ પણ તીર્થસ્થળ તરીકે પૂજવામાં આવે છે.

1,467 કરોડના 97 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગૌતમ બુદ્ધ નગરને મોટી ભેટ આપી. તેમણે  રૂપિયા 1,467 કરોડના 97 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ સાથે  રાજ્યની ઔદ્યોગિક નીતિ હેઠળ 14 કંપનીઓને 617 કરોડ રૂપિયાના પ્રોત્સાહનો આપવામાં આવ્યા હતા. જેનાથી હજારો યુવાનોને રોજગાર મળશે. સીએમ યોગીએ ગૌતમ બુદ્ધ નગરમાં સરકારી ડિગ્રી કોલેજ, 100 બેડની હોસ્પિટલ, આઈટીઆઈ અને સ્ટેડિયમ બનાવવાની પણ જાહેરાત કરી. તેમણે કહ્યું કે ટૂંક સમયમાં અહીં બાયપાસ બનાવવામાં આવશે અને ખેડૂતો માટે સર્કલ રેટ પણ વધારવામાં આવશે.

Also read : International Women’s Day: મોદી સરકારની મહત્વકાંક્ષી 10 યોજના જેણે બદલ્યું મહિલાઓનું જીવન…

ગૌતમ બુદ્ધ નગર ઔદ્યોગિક કેન્દ્ર બની રહ્યું છે

સીએમ યોગીએ કહ્યું કે ગૌતમ બુદ્ધ નગર હવે ઉત્તર પ્રદેશનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. જેવરમાં દેશનું સૌથી મોટું એરપોર્ટ બની રહ્યું છે, એક ફિલ્મ સિટી વિકસાવવામાં આવી રહી છે અને મોટા રોકાણકારો અહીં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે અહીં ડેટા સેન્ટર, માઈક્રોસોફ્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર, એઆઈ સેન્ટર અને મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવામાં આવી રહી છે. આનાથી હજારો યુવાનોને રોજગાર મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button