નેશનલ

આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખી શકાય છે તો તે ભગવાન રામ છેઃ આદિત્યનાથ…

લખનઉ/અયોધ્યાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે અયોધ્યામાં હનુમાન ગઢી મંદિર અને રામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છે તો તે ભગવાન રામ છે.’ મંદિરના પૂજારીઓએ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પૂજા-અર્ચના કરતા અગાઉ મુખ્ય પ્રધાનને તિલક લગાવી અને શાલ ભેટ કરીને સ્વાગત કર્યું હતું.

social news xyz

આ પણ વાંચો : હાઈ કોર્ટના ન્યાયાધીશના ઘરેથી મળેલી ‘રોકડ’નો મુદ્દો રાજ્યસભામાં ગાજ્યો, કોંગ્રેસે આપ્યું આ નિવેદન

બાદમાં અયોધ્યા ધામના મહારાજા પેલેસમાં લેખક યતીન્દ્ર મિશ્રા દ્વારા આયોજિત સાહિત્ય મહોત્સવને સંબોધતા આદિત્યનાથે કહ્યું હતું કે ભગવાન રામ માનવીય ગરીમાનું સર્વોત્તમ સ્વરૂપ છે અને આ અદભૂત છે કે આ મહોત્સવ અયોધ્યાની પવિત્ર ભૂમિ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

આદિત્યનાથે કહ્યું હતું કે એ સત્ય છે કે જેણે પણ ભગવાન રામ લખાણ લખ્યું છે તે મહાન બની ગયા છે. મહર્ષિ નારદે મહર્ષિ વાલ્મિકીને પણ એ જ વાત કહી હતી જો આ ધરતી પર કોઇ મહાન વ્યક્તિ વિશે લખવામાં આવી શકે છે તો તે ભગવાન રામ છે. જો તમે ભગવાન રામ વિશે લખશો તો તમારી કલમ ધન્ય થઇ જશે.

અયોધ્યાને ભારતમાં સનાતન ધર્મનો આધાર ગણાવતા આદિત્યનાથે કહ્યું હતું કે આ ‘સપ્તપુરી’માં પ્રથમ ‘પુરી’ (પવિત્ર તીર્થસ્થાન) છે. આ ભૂમિએ સનાતન ધર્મને પ્રેરણા આપી હતી.” આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી અને અયોધ્યાના પ્રભારી સૂર્ય પ્રતાપ શાહી, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ગાયિકા માલિની અવસ્થી સહિત અન્ય અગ્રણી હસ્તીઓએ હાજરી આપી હતી.

આ પણ વાંચો : ‘ડ્રગ્સ માફિયાઓ’ સામે પંજાબ સરકારની ‘બુલડોઝર’ કાર્યવાહી, હરભજન સિંહે ઝંપલાવ્યું પણ ખરું અને ફેરવી તોળ્યું…

આદિત્યનાથે બલરામપુરની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે આગામી ચૈત્ર નવરાત્રી મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આજે સવારે યોગી આદિત્યનાથે તુલસીપુરમાં મા પાટેશ્વરી દેવી શક્તિપીઠમાં પૂજા અર્ચના કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button