જ્ઞાનવાપીને મસ્જિદ કહેવું દુર્ભાગ્ય, તે સાક્ષાત…..: યોગી આદિત્યનાથ…
નવી દિલ્હીઃ દેશમા જેને લઇને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે તે જ્ઞાનવાપીને લઈને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ફરી એક વખત પોતાનો મત રજૂ કર્યો છે. ગોરખપુર વિશ્વવિદ્યાલય દ્વારા નાથ સંપ્રદાય પર આયોજિત કોન્ફરન્સને સંબોધિત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, ‘ દુર્ભાગ્ય છે કે જ્ઞાનવાપીને આજે લોકો બીજા શબ્દોમાં મસ્જિદ કહીને સંબોધિત કરે છે, જયારે જ્ઞાનવાપી સાક્ષાત વિશ્વનાથ જ છે.
શનિવારે, મુખ્યમંત્રી દીનદયાળ ઉપાધ્યાય ગોરખપુર યુનિવર્સિટી અને હિંદુસ્તાની એકેડેમી ઉત્તર પ્રદેશ દ્વારા સંયુક્ત રીતે આયોજિત ‘સુમેળ સમાજના નિર્માણમાં નાથપંથનું યોગદાન’ વિષય પરના બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિસંવાદના ઉદ્ઘાટન સત્રને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ સંબોધીત કર્યુ હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ત્રણ પુસ્તકો અને સામયિકોનું વિમોચન પણ કર્યું હતું. જેમાં ડૉ. પદ્મજા સિંહ દ્વારા નાથ પંથ પર લખાયેલ પુસ્તક અને મહાયોગી ગુરુ શ્રી ગોરખનાથ શોધ પીઠના સામયિક ‘કુંડલિની’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત વિકલાંગ કેન્ટીનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માત્ર વિકલાંગ લોકો જ આ કેન્ટીન ચલાવશે.
આ પ્રસંગે સંબોધિત કરી રહેલા યોગી આદિત્યનાથે અસ્પૃશ્યતાને લઇને વાત કરતા કહ્યું હતુ કે, ‘ અસ્પૃશ્યતા એ માત્ર સાધનાનાં માર્ગની જ બાધા નથી પરંતુ દેશની એકતા અને અખંડતા માટે પણ બાધા છે. જો આ વાતને દેશનાં લોકો સમજી શક્યા હોત તો દેશ ક્યારેય ગુલામ ન થયો હોત.’