સીએમ યોગી આદિત્યનાથે યુપીના 17 જિલ્લાના એડીએમને કહ્યું કે તાત્કાલિક જવાબ આપો….
લખનઉ: ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ એડીએમ એટલે કે 17 જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટથી ખૂબ નારાજ થયા છે. મુખ્ય પ્રધાન યોગીએ તમામ એડીએમ પાસેથી જવાબો પણ મંગાવ્યા છે અને કહ્યું છે કે એક અઠવાડિયાની અંદર તમામ વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ ઉત્તર પ્રદેશ સરકારને તેમના જવાબો સાથેનો રિપોર્ટ જમા કરાવે.
ઘટના કંઈ એ પ્રમાણે હતી કે અંદાજે 17 જેટલા જિલ્લાઓમાં ખેડૂતોને તેમના પાકના નુકસાન માટે સરકાર તરફથી વળતર મળવાનું હતું જે હજુ સુધી મળ્યું નથી. તેમજ ખેડૂતોના પાકનું જે નુકસાન થયું હતું તેની તપાસ કરવામાં પણ વિલંબ થયો હતો અને આ કારણથી સીએમ ખૂૂજ નારાજ થયા હતા.
સીએમ યોગીએ આ તમામ એડીએમ સામે કાર્યવાહી કરી અને સ્પષ્ટતા માંગી હતી. જેમાં અલીગઢ, હાથરસ, બારાબંકી, મૌ, બરેલી, બદાનુ, આંબેડકર નગર, શાહજહાંપુર, મહોબા, દેવરિયા, કુશીનગર, મહારાજગંજ, ઝાંસી, લલિતપુર, ગાઝિયાબાદ, બિજનૌર અને કૌશામ્બીના એટીએમનો સમાવેશ થાય છે.
સીએમ યોગીએ એવી પણ સૂચના આપી હતી કે આ તમામ 17 જિલ્લાના એડીએમ ખેડૂતોને તાત્કાલિક વળતર આપે અને એક અઠવાડિયાની અંદર વહેલી તકે સરકારને જવાબ મોકલે કે વળતર કેમ ના આપી શકાયું?