નેશનલ

યેશુ યેશુવાળા પાદરી બજિંદર સિંહને દુષ્કર્મના કેસમાં કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

નવી દિલ્હીઃ પંજાબના મોહાલીમાં જીરકપુરમાં મહિલા સાથે દુષ્કર્મ મામલે આરોપી પાદરી બજિંદર સિંહને મોહાલીની કોર્ટે આજીવન કેદની સજા સંભળાવી હતી. કોર્ટે દોષી જાહેર કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી અને પટિયાલા જેલમાં મોકલી આપ્યો હતો. બજિંદર સિંહ યેશુ યેશુથી દેશભરમાં જાણીતો બન્યો હતો.

પીડિતાના વકીલે કહ્યું, બજિંદર સિંહ એક આધ્યાત્મિક નેતા તરીકે લોકપ્રિય છે. તેના અનુયાયીઓ પાજી કહીને બોલાવતા હતા. જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા આ રીતનો ગુનો કરવામાં આવે ત્યારે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ. અમે કોર્ટે કરેલી સજાથી સંતુષ્ટ છીએ. હવે તેણે તેના જીવનના અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેવું પડશે.

આ પણ વાંચો: New Rules : આજથી બદલાઈ રહ્યા છે આ નિયમો, જાણો તમારી પર શું થશે અસર…

કોર્ટનો ચુકાદો સાંભળ્યા બાદ પીડિતા બેભાન થઈ ગઈ હતી. થોડીવાર પછી ભાનમાં આવ્યા બાદ તેણે કોર્ટ પર ભરોસો હોવાની વાત કહી હતી. તેણે કહ્યું કે આ ચુકાદો અન્ય પીડિત મહિલાઓ માટે પણ દ્રષ્ટાંતરૂપ બનશે. પીડિતાએ દાવો કર્યો કે બજિંદર સિંહ ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવતો હતો. ધર્મ પરિવર્તન માટે વિદેશથી પૈસા આવતા હતા.

પીડિતાના પતિએ કહ્યું. અમે આ કેસ માટે સાત વર્ષ સુધી સંઘર્ષ કર્યો. આરોપી કોર્ટને ગેરમાર્ગે દોરતો હતો અને વિદેશ યાત્રા કરતો હતો. મારા પર ખોટી એફઆઈઆર નોંધવામાં આવી હતી. હું છ મહિના જેલમાં રહ્યો હતો. પછી મેં તેને સજા અપાવવાનું નક્કી કર્યું. અમને ન્યાયતંત્ર પર ભરોસો હતો. આરોપીઓને આકરી સજા થાય તેમ ઈચ્છતો હતો. કુલ છ આરોપી હતા. તેમાંથી 5 સામે કેસ ફગાવાઈ ચુક્યા છે અને પાદરી બજિંદરને દોષી જાહેર કરાયો હતો. અમે કોર્ટના ચુકાદાનું સ્વાગત કરીએ છીએ.

આ પણ વાંચો: RSSનાં સદસ્ય મથુરા-કાશી વિવાદમાં કામ કરે તો અમે નહિ રોકીએ! શું આ સંઘની કોઇ નવી યોજના?

વર્ષે 2018માં મોહાલીના જીરકપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ બજિંદર સિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે બજિંદર સિંહ પર વિદેશ લઈ જવાની લાલચ આપીને તેનું શોષણ કર્યું હોવાની ફરિયાદ નોંધાવી હતી. તે રેપનો વીડિયો વાઇરલ કરવાની ધમકી આપતો હતો. આ ઘટના બની ત્યારે પીડિતા સગીર હતી. તેથી પોક્સો કોર્ટમાં કેસ ચાલતો હતો. જીરકપુર પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ચમત્કારના બહાને અનેક બીમારીઓ ઠીક કરવાનો દાવો કરતાં જાલંધરના પાદરી બજિંદર સિંહ સહિત સાત લોકો સામે કેસ દાખલ કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button