
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં રાજકીથી લઈ આમ આદમી સુધી યમુના નદીની સફાઈનો એક મોટો મુદ્દો બન્યો છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં યમુના નદીની સફાઈનો મુદ્દો ગુંજ્યો હતો. આમ આદમી પાર્ટી સામે ભાજપે આ મુદ્દાને જોરશોરથી ઉઠાવ્યો હતો. પરંતુ હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે, આખરે યમુના નદીને કઈ રીતે સ્વચ્છ કરવામાં આવશે?
યમુનાને સ્વચ્છ કરવાનો માસ્ટ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનને પીએમ મોદીની મંજૂરીની રાહ જોવામાં આવી રહી છે. આ માસ્ટર પ્લાન ખાસ એટલા માટે છે કે જે લોકોની આમાં સલાહ લેવામાં આવી છે, તેમણે ગુજરાતની સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું કામ કર્યું હતું.
પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે સાબરમતી પર રિવરફ્રન્ટ તૈયાર કરવાનો ડ્રિમ પ્રોજેક્ટ હતો. હાલ તેમનું સપનું સાકાર થયું છે, હવે તેઓ આ કામ દિલ્હીમાં કરવા માંગે છે. ચૂંટણી દરમિયાન પીએમ મોદીએ દિલ્હીવાસીઓને સાબરમતીની જેમ જ યુમના પર રિવરફ્રન્ટ બનાવવાનો વાયદો કર્યો હતો. હવે આ સપનાને સાકાર કરવાનો માસ્ટર પ્લાન તૈયાર થઈ ગયો છે.
આ માટે જે લોકો નદીઓની સફાઈ કરી ચુક્યા છે તેમની સલાહ લેવામાં આવી હતી. તેમની સલાહ પર જ યમુનાને સ્વચ્છ કરવાનો પ્લાન બની રહ્યો છે. જાણકાર પણ મોટો બદલાવ થતો હોય તેમ જોઈ રહ્યા છે. એક તરફ માસ્ટર પ્લાન તૈયાર થઈ રહ્યો છે તો બીજી તરફ ટેરી તરફથી યમુનાને સ્વચ્છ કરવાની રણનીતિ બનાવવામાં આવી છે. જેમાં કેટલાક સૂચન કરવામાં આવ્યા છે.
અહેવાલ મુજબ, સૌથી મોટું સૂચન 1994માં થયેલા કરારમાં બદલાવ કરવો પડશે. યમુના જ્યાંથી પસાર થાય છે તે રાજ્યો સાથે વોટર શેરિંગ એગ્રીમેન્ટ ચાલી રહ્યો છે. પરંતુ યમુના કયા રાજ્યોમાંથી દિલ્હીમાં આવે છે અને તેના સાથે કેટલું પ્રદૂષણ લાવે છે તે ચેક કરવું પડશે. ઉપરાંત દિલ્હીમાં યમુના પાસે મોટા પ્રમાણમાં રેતી ખનન થાય છે, તેના પર રોક લગાવવી પડશે. આ ઉપરાંત સમયાંતરે રાજધાનીના તમામ નાના-મોટા નાળા સાફ કરવામાં આવશે. તેની સાથે એસટીપી પ્લાન્ટની પણ ક્ષમતા વધારવામાં આવશે. તેનાથી યમુનાને સ્વચ્છ કરવામાં મોટી મદદ મળશે.
સ્વચ્છ યમુના માટે સરકારના પ્રયાસો
યમુના એક્શન પ્લાન 1993માં શરૂ કરવામાં આવ્યો હતો,. જેમાં દિલ્હી, ઉત્તર પ્રદેશ અને હરિયાણાના 21 શહેરોને આવરી લેવામાં આવ્યા હતા. વર્ષ 2002 સુધી આનો કુલ ખર્ચ રૂ. 682 કરોડ હતો.
2012માં યમુના એક્શન પ્લાન (બે) રૂપિયા 1,514.70 કરોડ રૂપિયા
યમુના એક્શન પ્લાન ફેઝ (III) નો અંદાજિત ખર્ચ રૂ. 1656 કરોડ હતો. આ તબક્કામાં દિલ્હીમાં સીવેજ ટ્રીટમેંટ પ્લાન્ટનું બાંધકામ સામેલ હતું.
2015 થી 2023 સુધી, કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વચ્છ ગંગા મિશન હેઠળ દિલ્હી જલ બોર્ડને 1000 કરોડ રૂપિયા અને યમુના એક્શન પ્લાન-૩ હેઠળ યમુનાની સફાઈ માટે 2000 કરોડ રૂપિયા આપ્યા હતા.
આ પણ વાંચો…Video: મહાકુંભના સમાપન બાદ પણ સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભીડ
2015માં દિલ્હીમાં સત્તામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીની સરકારે યમુના નદીની સફાઈ પાછળ 700 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.
જળ શક્તિ મંત્રાલયે 11 પ્રોજેક્ટ્સ માટે 2361.08 કરોડ રૂપિયા આપ્યા. તેમાં યમુનાનો પણ સમાવેશ થતો હતો.
2018 થી 2021 વચ્ચે 200 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા, પરંતુ ક્યાં ખર્ચવામાં આવ્યા તેની કોઈને ખબર નથી.