‘લોકતંત્ર માટે શોકસંદેશ લખો હવે…’ સાંસદોને સસ્પેન્ડ કરતા ભડક્યા આ નેતા
નવી દિલ્હી: વિપક્ષના સાંસદોને સંસદની કાર્યવાહીમાંથી સસ્પેન્ડ કરવા અંગે વિપક્ષના નેતા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સંસદનું શિયાળુ સત્ર જ્યારથી શરૂ થયું ત્યારથી સતત હોબાળો થઇ રહ્યો છે. સંસદમાં સુરક્ષાભંગની ઘટના બાબતે કેન્દ્રીય ગૃહપ્રધાન તથા પીએમ મોદીના નિવેદનની માગ લઇને જીદ પર અડેલા વિપક્ષના સાંસદોને સંસદની કાર્યવાહીમાં ખલેલ પાડવાના આક્ષેપ સાથે ધડાધડ સસ્પેન્ડ કરાતા કુલ 140થી વધુ સાંસદો સસ્પેન્ડ થઇ ગયા છે.
શશિ થરૂર કે જેમને 2 દિવસ પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા છે, તેમણે વિપક્ષી સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં સંસદ ભવનથી વિજય ચોક સુધીની યોજાયેલી રેલીમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા જણાવ્યું હતું કે “સંસદીય લોકશાહીમાં આપણે એવી સ્થિતિ જોઈ રહ્યા છીએ જ્યાં સરકાર, જેની જવાબદારી સંસદને ચલાવવાની છે, તેને ગંભીરતાથી નથી લઈ રહી.” તેમણે કહ્યું કે કેન્દ્રએ સંસદીય લોકશાહીની પરંપરાનું સન્માન કરવાની તૈયારી દર્શાવી નથી.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદીય લોકશાહીનું અપમાન કર્યું છે, સંસદમાં સુરક્ષાભંગ મામલે તેઓ ગૃહમાં નિવેદન આપી શક્યા હોત, એના બદલે તેમણે બહાર જઇને પત્રકારોને કહ્યું. કે માત્ર ગૃહમાં હાજર રહેવાનો ઇનકાર કરીને, મંત્રી તરીકેની તેમની ફરજ પૂરી કરવાને બદલે, જે તેમની ફરજ છે. તેના બદલે, તેઓ ગૃહમાં જે કંઈ કહી શક્યા હોત તે તેમણે બહાર જઈને પત્રકારોને કહ્યું.
“સંસદીય લોકપરંપરાઓમાં આ નિયમ છે કે દરેક બાબતની ગૃહમાં ચર્ચા થાય, પરંતુ એવું થયું નહિ, અમારા દ્રષ્ટિકોણથી સરકારે જે કર્યું તે અસ્વીકાર્ય હતું અને સંસદીય લોકતંત્રની પરંપરાઓનું સન્માન કરવાની તેમણે તસ્દી લીધી નહિ. જ્યારે સાંસદોએ ગૃહપ્રધાનની ઉપસ્થિતિમાં આ મુદ્દે ચર્ચા થાય તેવી માગ કરી ત્યારે તેમને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.” શશિ થરૂરે જણાવ્યું.
લોકસભામાં 97 સાંસદોની ગેરહાજરીમાં ત્રણ ફોજદારી કાયદા બિલ – ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ બિલ, ઇન્ડિયન સિવિલ ડિફેન્સ (સેકન્ડ) કોડ બિલ અને ઇન્ડિયન ટાર્ગેટ (સેકન્ડ) બિલ -ની પસાર થયા તે ‘અપમાનજનક’ છે તેમ શશિ થરૂરે જણાવ્યું.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, “આપણે ભારતના લોકોએ લોકશાહી બચાવવાની જરૂર છે. વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરીને મહત્વપૂર્ણ બિલ પસાર કરવું એ લોકશાહી નથી. આ સર્વાધિકારવાદનો સૌથી ખરાબ પ્રકાર છે. જો આપણે હજુ પણ આ તાનાશાહી સામે અવાજ નહીં ઉઠાવીએ તો આપણી આવનારી પેઢી આપણને માફ નહીં કરે.” તેમ ખડગેએ જણાવ્યું હતું.