નેશનલ

કુસ્તી મહાસંઘનું સંચાલન હવે આ સમિતિ કરશે, બાજવાને સોંપી જવાબદારી

નવી દિલ્હીઃ ભારતીય ઓલિમ્પિક સંઘ (આઈઓએ)એ સૌથી મોટો નિર્ણય લીધો હતો. આઈઓએએ ત્રણ સભ્યની સમિતિ (એડહોક કમિટી)નું ગઠન કર્યું હતું. આ સમિતિના ચેરમેન ભૂપિન્દર સિંહને બનાવ્યા છે, જ્યારે એના સિવાય એમએસ સોમાયા અને મંજુશા કુંવર હશે. આ નિર્ણય કુસ્તી મહાસંઘને સસ્પેન્ડ કર્યાના ત્રણ દિવસ પછી લેવામાં આવ્યો છે.

સમિતિનું નેતૃત્વ ભૂપિન્દર સિંહ કરી રહ્યા છે, જે વુશૂ એસોસિયેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ છે, જ્યારે હોકી ઓલિમ્પિયન એમએમ સોમાયા અને મંજુશા કંવર (ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય શટલર) તેના સભ્ય રહેશે. આઈઆઈએ કહ્યું હતું કે તેઓ નિષ્પક્ષ રમત, જવાબદારી અને પારદર્શક કામગીરી માટે તેમની હંગામી ધોરણે નિયુક્તી કરી છે.

બાજવાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું હતું કે આ એક ઓલિમ્પિક વર્ષ છે. આપણે અત્યારથી તૈયારી કરવી જોઈએ. ઓલિમ્પિકમાં ચંદ્રકો જીતવા માટે મહત્તમ શિબિર યોજવાની સાથે તમામ સિનિયર અને જુનિયર ચેમ્પિયનશિપનું પણ આયોજન કરવામાં આવશે.

કુસ્તી મહાસંઘને કેન્દ્રીય રમતગમત મંત્રાલયે નવા આદેશ સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. કુસ્તી મહાસંઘની ચૂંટણીમાં નિયમોનું પાલન નહીં કરવાનું કારણ જવાબદાર હતું. રમતગમત મંત્રાલયે કહ્યું હતું કે નવનિયુક્ત સંસ્થાઓ નિયમોનું પાલન કર્યું નથી અને પહેલવાનોને તૈયારી માટે પર્યાપ્ત સમય આપ્યા વિના અંડર-15 અને અંડર-ટવેન્ટી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપના આયોજનની વહેલી જાહેરાત કરવાનો દાવો કર્યો હતો.

ડબલ્યુએફઆઈના પ્રમુખ તાજેતરમાં ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની નજીકના સંજય સિંહની વરણી કરવામાં આવી હતી, ત્યાર પછી બ્રિજભૂષણ વિરુદ્ધ પ્રદર્શન કરનારા દિગ્ગજ પહેલવાનો વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પૂનિયાએ તેનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button