નેશનલસ્પેશિયલ ફિચર્સ

આ છે World’s Costliest Biscuit! કિંમત સાંભળીને માથું ચકરાઈ જશે…

આપણે ત્યાં સામાન્યપણે કોઈ મહેમાન ઘરે આવે કે પછી બીમાર માણસની ખબર કાઢવા જઈએ કે ચાની ચૂસકી માણતા માણતાં બિસ્કિટ્સ ખાવાનું ચલણ છે. આ બિસ્કિટમાં પણ આજકાલ તો અનેક પ્રકારની વેરાઈટીઓ જોવા મળે છે. ક્રીમવાળી બિસ્કિટ, સોલ્ટી બિસ્કિટ, કાજુ-બદામ, બટરવાળી બિસ્કિટ, જીરાવાળી, મેથીવાળી બિસ્કિટ વગેરે વગેરે… પણ શું તમે ક્યારેય દુનિયાની સૌથી મોંઘામાં મોંઘી બિસ્કિટ વિશે સાંભળ્યું (World’s Cosliest Biscuit) છે? ચાલો આજે તમને એના વિશે જણાવીએ…

આ બિસ્કિટ છે 1912નું અને તેનું ટાઈટેનિક સાથે ખાસ સંબંધ છે. જી હા, જ્યારે 1912માં ટાઈટેનિક ડૂબી ગયું હતું એ સમયે આ બિસ્કિટ સુરક્ષિત બચી ગઈ હતી અને એક સદી બાદ આ બિસ્કિટની લિલામી કરવામાં આવી હતી. આશરે 23,000 અમેરિકન ડોલરમાં આ બિસ્કિટ ઈંગ્લેન્ડમાં ખરીદવામાં આવ્યું હતું. આ 23,000 અમેરિકન ડોલરની રકમને જ્યારે ઈન્ડિયન કરન્સીમાં કન્વર્ટ કરવામાં આવે તો આ તે આશરે 18,86,000 રૂપિયા જેટલી થાય છે.

આ પણ વાંચો : યાદ રહેતું નથી…તો કરો ન્યુરોબિક્સઃ Memory Lossના આ છે સરળ ઉપાયો

આટલી ઊંચી કિંમતે વેચાયેલા આ બિસ્કિટની ખાસિયત વિશે વાત કરીએ તો તે આશરે 9થી 10 સેન્ટિમીટરની છે. ટાઈટેનિક જે સમયે ડૂબ્યું એ સમયે લાઈફબોટમાં આ બિસ્કિટ પણ બચી ગયું હતું. સૌથી પહેલાં જેમ્સ ફેનવિકે તેને એક યાદગિરી કહો કે નિશાની તરીકે સંભાળીને રાખ્યું હતું. પરંતુ બાદમાં આ બિસ્કિટને એન્ડ્રયુ એલડ્રિઝે લીલામી કરીને વેચી દીધી હતું.

તો આ હતી દુનિયાની સૌથી મોંઘામાં મોંઘા ગણાતી બિસ્કિટ (World’s Cosliest Biscuit)ની કહાની. આ ઈન્ટરેસ્ટિંગ સ્ટોરી વાંચીને તમે પણ ચોંકી ગયા હશો, પણ છે ને એકદમ રસપ્રદ સ્ટોરી?

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત