![world eyes on PM Modi and US President Donald Trump meeting](/wp-content/uploads/2025/02/world-eyes-on-PM-Modi-and-US-President-Donald-Trump-meetin.webp)
વોશિંગ્ટન ડીસીઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ અમેરિકા (PM Modi USA Visit 2025) પ્રવાસે છે. આજે તેઓ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump) સાથે મુલાકાત કરશે.
સમગ્ર વિશ્વની નજર આ બંને નેતાઓ પર છે. બંને દિગ્ગજોની પ્રથમ મુલાકાત 2017માં થઈ હતી. આ મુલાકાત બાદ 2019માં ટેક્સાસમાં હાઉડી મોદી (howdy modi) ઇવેન્ટમાં બંને નેતાની હાથમાં હાથ નાંખેલી તસવીરો ચર્ચાનો વિષય બની હતી.
ભારત અને અમેરિકા બંને એકબીજા પાસેથી શું ઈચ્છે છે?
ભારત અને અમેરિકાનું હિત એકબીજા સાથે જોડાયેલું છે. અમેરિકા, ચીનને તેનું હરિફ સમજે છે. ભારત માટે પણ ચીન મોટો પડકાર છે. આ સ્થિતિમાં ભારત અને અમેરિકા સાથે મળીને ચીનને પડકારી શકે છે.
આપણ વાંચો: અમેરિકામાં ગુંજ્યો ગરબાનો નાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત…
વેપાર બંને દેશોનો ફોક્સ પોઇન્ટ છે. આજની મુલાકાતમાં બંને વચ્ચે ટેરિફને લઇ પણ ચર્ચા થશે. ટ્રમ્પે કેન્ડા, મેક્સિકો અન ચીન જેવા દેશો પર ટેરિફ લાદ્યો છે. ભારત પર હાલ અમેરિકાએ કોઈપણ પ્રકારનો ટેરિફ લગાવ્યો નથી.
અમેરિકા ભારતના ન્યૂક્લિયર એનર્જી સેક્ટરમાં રોકાણ કરે તેવો પ્રસ્તાવ પીએમ મોદી રાખી શકે છે.
નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત દરમિયાન ટેક્નોલોજી પર વાતચીત થઈ શકે છે. આ ક્ષેત્રમાં રોકાણ પર બંને નેતાઓની નજર છે.
ભારત માટે ચાબહાર પ્રોજેક્ટ ખૂબ જરૂરી છે. પરંતુ ટ્રમ્પે ઈરાન પર દબાણ વધારવા મેમોરેંડમ જાહેર કર્યુ છે. પીએમ મોદી ટ્રમ્પને ઈરાન સાથે ભારતનો આ પ્રોજેક્ટ કેટલો મહત્ત્વનો છે તે સમજાવવાની કોશિશ કરશે.
આપણ વાંચો: Fact check: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને વડાપ્રધાન મોદીની અવગણના કરી? જાણો શું છે હકીકત
ગાઝા યુદ્ધ સમાપ્ત કરવાને લઈ પણ ચર્ચા થઈ શકે છે. ભારતને ગાઝા અને રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં રસ છે.
આ વર્ષે ભારતમાં ક્વાડ સંમેલન યોજાવાનું છે. પીએમ મોદી, રાષ્ટ્રપતિ ટ્રમ્પને તેમાં સામેલ થવાનું આમંત્રણ આપી શકે છે. ચીનનું પ્રભુત્વ રોકવા અમેરિકા, ભારત, જાપાન અને ઑસ્ટ્રેલિયાના સભ્યવાળું ક્વાડ ખૂબ અગત્યનું છે.
અમેરિકા પાસેથી ભારત ઓઈલ ખરીદે તે મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે.
હિંદ-પ્રશાંત, યુક્રેન અને પશ્ચિમ એશિયાના ઘટનાક્રમો પર પણ ચર્ચા થશે.
ડિફેન્સ સેક્ટરમાં અનેક મહત્ત્વના સોદા થઈ શકે છે. અનેક લડાકુ વિમાનની અમેરિકાથી ખરીદી પર મંજૂરીની મહોર લાગી શકે છે.
ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ મુલાકાત કરનારા મોદી ચોથા વૈશ્વિક નેતા
અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યા બાદ તેમની સાથે મુલાકાત કરનારા પીએમ મોદી ચોથા વૈશ્વિક નેતા બન્યા હતા. આ પહેલા ઇઝરાયલના વડા પ્રધાન બેંજામિન નેતન્યાહુ, જાપાનના વડા પ્રધાન શિગરુ ઈશિબા અને જોર્ડનના સુલ્તાન ટ્રમ્પ સાથે વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરી ચૂક્યા છે.