નેશનલસ્પેશિયલ ફિચર્સ
ગણેશ વિસર્જન પહેલા કરો આ કામ, વિધ્નહર્તા કરશે દુઃખડા દૂર

દેશમાં ઠેર ઠેર ગણેશોત્સવની ધૂમધામ છે. લોકો ઘરમાં, સોસાયટીમાં કે પછી મંડળોમાં ગણેશજીની મૂર્તિ પધરાવે છે અને તેની પૂજા વિધિ કરે છે, બાપ્પાને લાડ લડાવે છે અને પછી રડતી આંખે તેમનુ વિસર્જન કરે છે. કોઈ દોઢ દિવસ, તો કોઈ પાંચ, સાત કે દસ દિવસના ગણપતિ પધરાવે છે. જો તમારા ઘરે કે આસપાસ ગણેશજી બિરાજમાન થયા હોય તો તેમના વિસર્જન પહેલા કરી લેજો આ કામ. તમારા રોકાયેલા કામ વિધ્નહર્તા પાટે ચડાવીને જશે. તમારા અલગ અલગ પ્રશ્નોના ઉકેલમાં તમારે અલગ ઉપાયો કરવા પડશે. તો જાણી લો કઈ સમસ્યા માટે કયા ઉપાયો છે.
- પરીક્ષામાં સફળ થવા માટે:
જો તમે કોઈપણ પરીક્ષા કે ઈન્ટરવ્યુમાં સતત ફેલ થઈ રહ્યા હોવ તો કાચા સૂતરમાં સાત ગાંઠ બાંધો ગણેશ મૂર્તિ સામે ધરી મંત્રજાપ કરો. ત્યારબાદ આ દોરો તમારા ખિસ્સા કે પર્સમા રાખો. પરીક્ષામાં ધારી સફળતા મળશે. - ઇચ્છા પરિપૂર્ણતા માટે:
જો તમારી કોઈ એવી ઈચ્છા હોય જે લાંબા સમયથી પૂરી ન થઈ રહી હોય, તો ગણેશ વિસર્જન પહેલા તમારે વિઘ્નહર્તાને જળનો અભિષેક કરવો જોઈએ અને તેમને મોદક ચઢાવવો જોઈએ અને તમારી ઈચ્છા તેમને જણાવવી જોઈએ. આમ કરવાથી તમારું કામ થઈ જશે. - સમસ્યા દૂર થશે:
જો તમે કોઈ સમસ્યા કે ઘરેલું દર્દથી પરેશાન છો અને તમારી સમસ્યા કોઈની સમક્ષ વ્યક્ત કરી શકતા નથી, તો ગણેશની પૂજા કરી હાથીને લીલો ચારો ખવડાવો. ઘરમાંથી કંકાસ નીકળશે અને ઘણ સમયથી બીમારી પેશી ગઈ હશે તે પણ ધીમે ધીમે નીકળશે. - નાણાકીય સમૃદ્ધિ માટે:
જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ધન મેળવવા ઈચ્છતા હોવ તો ગણેશ વિસર્જનના દિવસે સ્નાન અને ધ્યાન કર્યા પછી ગાયને શુદ્ધ ઘી અને ગોળ ખવડાવો, તમારી ધન સંબંધિત સમસ્યાઓ જલ્દી જ દૂર થઈ જશે. - ગુસ્સા પર નિયંત્રણ રાખવા માટેઃ
જો તમને ઘણીવાર નાની-નાની વાતો પર ગુસ્સો આવતો હોય તો અનંત ચતુર્દશીથી સાત દિવસ સુધી ભગવાન ગણેશને લાલ રંગના ફૂલ ચઢાવો, તમારા મન પર કાબૂ મેળવવા જેટલા તમે મજબૂત થઈ જશો. - જો તમારું બાળક બોલવામાં અટવાતું હોય તોઃ
તમારા બાળકને નાપણથી બોલવામાં અટવાતું હોય તો તમારે પાકા કેળાની માળા બનાવીને ભગવાન ગણેશને અર્પણ કરો. આમ કરવાથી અવાજ ખામીઓથી રાહત મળે છે. - ગ્રહોની તકલીફોથી બચવા માટેઃ
જો તમારા ઘરમાં દરેક સમયે પારિવારિક વિવાદો રહે છે, તો અનંત ચતુર્દશી પછીના બુધવારે તમારા ઘરના મંદિરમાં ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેની પૂજા કરો. આ સાથે ઘરની બહાર નીકળતા પહેલા ઘર કે ઓફિસના મુખ્ય દ્વાર પર ભગવાન ગણેશની મૂર્તિ કે ફોટો લગાવો, આમ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેશે.