નેશનલસ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગની તમામ ટીમોએ ખેલાડીઓની જાહેર કરી યાદી

જાણી લો કોને જાળવી રાખ્યા

નવી દિલ્હીઃ વિમેન્સ પ્રીમિયર લીગની ટીમોએ તેમના તમામ રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરી છે. મુંબઈ ઈન્ડિયન્સે હરમનપ્રીત કૌર, દિલ્હી કેપિટલ્સે મેગ લેનિંગ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સ્મૃતિ મંધાનાને રિટેન કર્યા હતા. વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સીઝન 2023ની શરૂઆતમાં રમાઈ હતી. હવે બીજી સીઝનની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

વિમન્સ પ્રીમિયર લીગની ટીમો દિલ્હી કેપિટલ્સ, ગુજરાત જાયન્ટ્સે, મુંબઇ ઇન્ડિયન્સ, યુપી વોરિયર્સ, રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે આગામી સીઝન માટે રિટેન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. પાંચ ફ્રેન્ચાઈઝી પાસે ખેલાડીઓને ‘રિટેન’ કરવા માટે 15 ઓક્ટોબર સુધીનો જ સમય હતો.


પાંચ ફ્રેન્ચાઇઝીએ 21 વિદેશી ક્રિકેટર સહિત 60 ખેલાડીઓને રિટેન કર્યા છે, જ્યારે 29 ખેલાડીઓને રિલિઝ કર્યા છે. હરમનપ્રીત ઉપરાંત મુંબઈની ટીમે હેલી મેથ્યુસ, યાસ્તિકા ભાટિયા, નતાલી સાયવર બ્રન્ટ, એમેલિયા કેર અને ઈસાબેલ વોંગને રિટેન કર્યા હતા. દિલ્હીની ટીમે 15 ખેલાડીઓને રિટેન કર્યા છે. જ્યારે યુપી વોરિયર્સે તેમનું કોર ગ્રુપ એક જ રાખ્યું છે.


દિલ્હી કેપિટલ્સના રિટેન ખેલાડીઓ એલિસ કેપ્સી, અરુંધતિ રેડ્ડી, જેમિમાહ રોડ્રિગ્સ, જેસ જોનાસન, લૌરા હેરિસ, મરિયાને કેપ, મેગ લેનિંગ, મીનૂ મણિ, પૂનમ યાદવ, રાધા યાદવ, શેફાલી વર્મા, શિખા પાંડે, સ્નેહા દીપ્તિ, તાન્યા ભાટિયા, તિતાસ સાધુ. એના સિવાય રિલિઝ કરેલા ખેલાડીઓ અપર્ણા મંડલ, જસિયા અખ્તર, તારા નોરિસ છે.
ગુજરાત જાયન્ટ્સના રિટેન ખેલાડીઓમાં એશ્લે ગાર્ડનર, બેથ મૂની, ડી હેમલતા, હરલીન દેઓલ, લૌરા વોલ્વાર્ડ, શબનમ શકીલ, સ્નેહ રાણા, તનુજા કંવરનો સમાવેશ થાય છે.


રિલિઝ ખેલાડીઓમાં એનાબેલ સધરલેન્ડ, અશ્વિની કુમારી, જ્યોર્જિયા વેયરહેમ, હર્લે ગાલા, કિમ ગાર્થ, માનસી જોશી, મોનિકા પટેલ, પારુનિકા સિસોદિયા, એસ મેઘના, સોફિયા ડંકલે, સુષ્મા વર્મા.


મુંબઈ ઈન્ડિયન્સના રિટેન ખેલાડીઓમાં અમનજોત કૌર, એમેલિયા કેર, ક્લો ટ્રાયોન, હરમનપ્રીત કૌર, હેલી મેથ્યુઝ, હુમૈરા કાઝી, ઈસાબેલ વોંગ, જિંતિમાની કલિતા, નતાલી સાયવર, પૂજા વસ્ત્રાકર, પ્રિયંકા બાલા, સૈકા ઈશાક, યાસ્તિકા ભાટિયા, જ્યારે રિલીઝ કરાયેલા ખેલાડીઓમાં ધારા ગુર્જર, હીથર ગ્રાહમ, નીલમ બિષ્ટ, સોનમ યાદવ છે.


રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના રિટેન ખેલાડીઓમાં આશા શોભના, દિશા કસાટ, એલિસ પેરી, હીથર નાઈટ, ઈન્દ્રાણી રોય, કનિકા આહુજા, રેણુકા સિંહ, રિચા ઘોષ, શ્રેયંકા પાટિલ, સ્મૃતિ મંધાના, સોફી ડિવાઈન, જ્યારે રિલીઝ ખેલાડીઓમાં ડેન વાન નીકેર્ક, એરિન બર્ન્સ, કોમલ ઝાંઝદ, મેગાન શટ, પૂનમ ખેમનાર, પ્રીતિ બોઝ, સહાના પવારનો સમાવેશ થાય છે.


યુપી વોરિયર્સના રિટેન ખેલાડીઓમાં એલિસા હીલી, અંજલિ સરવાણી, દીપ્તિ શર્મા, ગ્રેસ હેરિસ, કિરણ નવગીરે, લોરેન બેલ, લક્ષ્મી યાદવ, પાર્શ્વી ચોપરા, રાજેશ્વરી ગાયકવાડ, એસ. યશશ્રી, શ્વેતા સેહરાવત, સોફી એક્લેસ્ટોન, તાહલિયા મેકગ્રા છે, જ્યારે રિલીઝ ખેલાડીઓઃ દેવિકા વૈદ્ય, શબનમ ઈસ્માઈલ, શિવલી શિંદે, સિમરન શેખ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button