લો બોલો! જેલમાં બંધ મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે! જેલમાં 196 જેટલા બાળકો પણ જન્મ્યા
કોલકાતા: જેલમાં બંધ મહિલાઓ ગર્ભવતી થઈ રહી હોવાના આશ્ચર્યજનક સમાચાર બહાર આવી રહ્યા છે. જેને લઈને જેલમાં બાળકો જન્મ્યા હોવાનું પણ બહાર આવ્યું છે (women prisoner pregnant). આ ચોંકાવનારી જાણકારી મંગળવારે કોલકાતા હાઇકોર્ટ સામે આવી છે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગ્નનમ અને જસ્ટિસ સુપ્રતિમ ભટ્ટાચાર્યની બેંચ સમક્ષ એમિક્સ ક્યુરી (Amicus curiae) દ્વારા આ માહિતી રજૂ કરવામાં આવી છે કે પશ્ચિમ બંગાળની જેલોમાં બંધ મહિલા કેદીઓ ગર્ભવતી થઈ રહી છે અને જેને લઈને 196 જેટલા બાળકો પણ જેલમાં જન્મ્યા છે. સાથે માગણી પણ કરવામાં આવી છે કે સુધાર ગૃહમાં પુરૂષ કર્મચારીઓને મહિલા કેદીઓની નજીક જવાનું બંધ કરાવવામાં આવે. આ મામલે સોમવારે સુનાવણી થઈ શકે છે.
એમિક્સ ક્યુરી (ન્યાય મિત્ર) એ જણાવ્યુ કે તાજેતરમાં જ તે એક જેલધિકારી સાથે મહિલા સુધાર ગૃહની મુલાકાતે ગયા હતા. જ્યાં તેને જોયું કે એક મહિલા કેદી ગર્ભવતી હતી અને બીજી અન્ય 15 મહિલા કેદીઓ નાના બાળકો સાથે હતી જેઓનો જન્મ જેલમાં જ થયો હતો. જો કે કોર્ટે આ મામલને ગંભીર ગણાવ્યો છે.
એક સિનિયર IPS ઓફિસરે કહ્યું કે જો મહિલા કેદીના બાળકની ઉંમર 6 વર્ષથી ઓછી હોય તો તેની માં સાથે જેલમાં રહેવાની પરવાનગી આપવામાં આવે છે. અને તેની સામે એવી જ્કોઈજ જાણકારી નથી આવી કે મહિલા કેદીઓ જેલમાં ગર્ભવતી થઈ રહી છે, જો આવું હશે તો તે ચોક્કસ તેના વિશે તપાસ કરશે તેવું કોર્ટને જણાવ્યુ હતું.
સૂત્રોએ જાણકારી આપી હતી કે 1 જાન્યુઆરી 2024ના આંકડાઓ પ્રમાણે પશ્ચિમ બંગાળની 60 જેલોમાં આશરે 26 હજાર મહિલા કેદીઓ પોતાની સજા કાપી રહી છે. જેમાં 1265 કાચા કામની અને 448 પાકા કામની કેદીઓ છે. જ્યારે 174 આજીવન સજા કાપી રહી છે.