એકતા નગરની પરેડમાં નારીશક્તિનો પરચોઃ મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી | મુંબઈ સમાચાર
નેશનલ

એકતા નગરની પરેડમાં નારીશક્તિનો પરચોઃ મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી

ગાંધીનગરઃ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ રાજ્યો દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નારી સશક્તિકરણને પ્રાધાન્ય આપી મહિલાઓએ વિવિધ દળોની કમાન્ડ સંભાળી સબળ નેતૃત્વનો પરચો બતાવ્યો છે.

આ પેરેડમાં વિવિધ દળો અને બેન્ડોએ ભાગ લીધો હતો. જેમાં સીમા સુરક્ષા બળ (BSF) અને BSF બેન્ડ, આઈટીબીપી (ઇન્ડો-તિબ્બત સીમા પોલીસ),સીઆઈએસએફ (કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ) અને CISF બેન્ડ,આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, મધ્યપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, કેરળ, ત્રિપુરા વગેરે રાજ્યોની પોલીસ ટુકડીઓ, સીઆરપીએફ બેન્ડ, એસએસબી બેન્ડ, દિલ્લી પોલીસ બેન્ડ, એનસીસી ફૂટ કન્ટીજન્ટ, માઉન્ટેડ કન્ટીજન્ટ (શ્વાન અને અશ્વ દળ), કેમલ કન્ટીજન્ટ અને કેમલ માઉન્ટેડ બેન્ડ, તથા ક્લિનિંગ મશીન કન્ટીજન્ટ આ દળોએ રાષ્ટ્રીય એકતા, શાંતિ, શિસ્ત અને મહિલા સશક્તિકરણનો પ્રતિકરૂપ પ્રદર્શન કર્યું હતું. જેને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તમામ દળોને સલામી આપી હતી.

આપણ વાંચો:  ઓલા-ઉબેરની દાદાગીરી રોકવા મોદી સરકાર શરૂ કરશે ‘ભારત ટેક્સી’ સર્વિસ; જાણો ખાસિયત

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button