શું તલવારબાજીમાં કુશળ છે રેખા ગુપ્તા! જાણો વાયરલ વીડિયોની સચ્ચાઇ..

શાલીમાર બાગથી નવા ચૂંટાયેલા વિધાનસભ્ય રેખા ગુપ્તાએ 20 ફેબ્રુઆરીએ દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી લીધેલા લીધા છે. હરિયાણાના ઝિંદમાં જન્મેલા રેખા ગુપ્તાની રાજકીય સફર આરએસએસની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)થી શરૂ થઈ હતી જે દિલ્હીના મુખ્ય પ્રધાન પદમાં પરિણમી છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં રેખા ગુપ્તા તેમની તલવારબાજીની કુશળતા દર્શાવતા જોવા મળે છે.
સોશિયલ મીડિયા પર આ વીડિયોને શેર કરતા એક વ્યક્તિએ લખ્યું હતું કે આ આરએસએસના કાર્યકરનો જુનો વિડીયો છે અને તેમણે ABVPમાં કામ કર્યુ છે. લાંબા સમય સુધી ભાજપમાં રહ્યા બાદ વિધાનસભામાં ચૂંટાઈ આવેલા રેખા ગુપ્તાને દિલ્હીના મુખ્યપ્રધાન બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.
જોકે આ બાબતે સર્ચ કરવાથી એક instagram પોસ્ટ મળી હતી, જે તાજેતરમાં મરાઠા શાસક છત્રપતિ શિવાજીની જન્મ જયંતિ પ્રસંગે તેમને આદરાંજલિ આપવા માટે મૂકવામાં આવી હતી. અભિનેત્રી પાયલ જાધવ દ્વારા આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો. અભિનેત્રી પોતે કુશળ ભરતનાટ્યમ ડાન્સર છે. તેમણે માર્શલ આર્ટની ટ્રેનિંગ પણ લીધી છે. આ વીડિયોમાં તેઓ પોતાના માર્શલઆર્ટના કરતબ કરતા જોવા મળે છે.
Also read:
પુણે યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલા અભિનેત્રી પાયલ જાધવે 2023 માં ફિલ્મ ‘બાપલ્યોક’થી મરાઠી સિનેમામાં પ્રવેશ કર્યો હતો અને તેમણે ટીવી શ્રેણીમાં પણ કામ કર્યું છે. પાયલે અગાઉ જાન્યુારીમાં પણ આવા જ મરાઠી પોશાકમાં પોતાના ફોટા શેર કર્યા હતા. ફેક્ટ ચેકમાં એ સાબિત થયું હતું કે સોશિયલ મીડિયા પર ફરી રહેલો વીડિયો મુખ્યપ્રધાન રેખા ગુપ્તાનો નહીં, પરંતુ અભિનેત્રી પાયલ જાધવનો હતો, જેને મુખ્યપ્રધાન રેખા ગુપ્તાના જુના વીડિયો તરીકે ખોટી રીતે શેર કરવામાં આવ્યો હતો.