
મુંબઈ/ગુવાહાટીઃ ઈન્ડિગોની ફ્લાઈટમાં પ્રવાસ કરી રહેલી મહિલા પ્રવાસી સાથે પુરુષે છેડતી કરવાનો આરોપ મૂક્યો હતો. આ ઘટના મુંબઈથી ગુવાહાટીની ફ્લાઈટમાં બન્યા પછી ફ્લાઈટ ગુવાહાટી એરપોર્ટ પર લેન્ડ થયા પછી આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
મુંબઈથી ગુવાહાટી વચ્ચે (ઈન્ડિગો ફ્લાઈટ) 6ઈ-5319માં પ્રવાસ કરી રહેલા મહિલાએ પુરુષ પ્રવાસીએ છેડતી કરી કરી હોવાની ફરિયાદ કરી હતી. આ મુદ્દે પ્રવાસીઓએ એ શખસને પકડીને ગુવાહાટી પોલીસને સોંપ્યો હતો. ફરિયાદીએ સ્થાનિક પોલીસમાં એફઆઈઆર કરાવી હતી અને આ મુદ્દે જરુરી તપાસ કરવામાં આવશે, એવું પોલીસે આશ્વાસન આપ્યું હતું.
10 સપ્ટેમ્બરે મુંબઈથી ગુવાહાટી જતી ફ્લાઈટમાં એક મહિલા પ્રવાસીની પુરુષે છેડતી કરી હતી. પીડિતાએ ફરિયાદ કર્યા પછી આરોપીને ગુવાહાટી પોલીસે ધરપકડ કરી હતી, પરંતુ ધરપકડ કરાયેલા આરોપીની વિશેષ જાણકારી આપી નહોતી.
ગયા મહિના દરમિયાન ફ્લાઈટમાં મહિલાની છેડતી કરવાનો બનાવ બન્યો હતો. 16મી ઓગસ્ટે સ્પાઈસ જેટની દિલ્હી-મુંબઈ ફ્લાઈટમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થયો હતો. આ વીડિયોમાં પણ મહિલાની છેડતી કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ મુદ્દે દિલ્હી મહિલા પંચના પ્રમુખ સ્વાતિ માલીવાલે પણ એક્શન લીધા હતા અને ઘટના મુદ્દે દિલ્હી પોલીસ અને ડીજીસીએને નોટિસ મોકલી હતી.