બારાબંકી : ઉત્તર પ્રદેશમાં(Uttar Pradesh)અનેક દિવસોથી વરુઓનો આતંક યથાવત છે. જેમાં વરુઓએ અત્યાર સુધી 9 લોકો પર હુમલો કરતા તેમના મોત થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં છે. જો કે વરુના હુમલા વચ્ચે શિયાળોએ પણ રાજ્યમાં આતંક મચાવવાનું શરૂ કર્યું છે. મળતી માહિતી મુજબ ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાના કુતલુપુર ગામમાં એક શિયાળે લોકો પર હુમલો કર્યો છે. આ હુમલામાં ત્રણ ગ્રામજનો ઘાયલ થયા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ હુમલાખોર શિયાળને ગામલોકોએ ઘેરીને માર માર્યો હતો.
કેવી રીતે થયો હુમલો?
આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે બુધવારે સાંજે કુતલુપુરના રહેવાસી પપ્પુના ઘરે એક શિયાળે પપ્પુ જીતેન્દ્રની પુત્રી મીનુ અને તે જ ગામના રામ લખન પર હુમલો કર્યો હતો. તેની બાદ ત્રણેય ઈજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. બુધવારે મોડી સાંજે બનેલી ઘટના બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કહ્યું છે કે તમામ ઘાયલ લોકોની સારવાર કરવામાં આવી છે.
| Also Read: Uttar Pradesh માં વરુ બાદ હવે શિયાળનો આતંક, ત્રણ લોકો પર હુમલો કર્યો
ગામલોકોએ શિયાળને માર માર્યો હતો
શિયાળએ લોકો પર હુમલો કર્યો હોવાથી ગ્રામજનોને જાણ થતાં જ ગ્રામજનોએ શિયાળને ચારે બાજુથી ઘેરી લીધું હતું. બુધવારે સાંજે લોકોએ તે શિયાળને માર માર્યો હતો. મોડી રાત્રે માહિતી મળ્યા બાદ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તેની શોધખોળ શરૂ કરી હતી.
આ ઘટના અગાઉ પણ બની હતી
આ ઘટનાના બે દિવસ પહેલા ઝૈદપુર પોલીસ સ્ટેશનના હરખ બ્લોકના ગોચૌરા ગામ પાસે બકરીઓ ચરાવવા ગયેલી 10 વર્ષની રિઝવાના પર શિયાળ દ્વારા હુમલો કરીને ઘાયલ કરવામાં આવી હતી. થોડા કલાકો પછી 45 વર્ષીય મહાદેવ પર અન્ય ગામમાં જંગલી પ્રાણીએ હુમલો કર્યો. વન વિભાગની ટીમોએ કોમ્બિંગ શરૂ કર્યું છે. ફોરેસ્ટ રેન્જ ઓફિસરે કહ્યું છે કે પગના નિશાન પરથી હુમલાખોર શિયાળ હોય તેવું લાગી રહ્યું છે.