નેશનલ

Bahraichમાં માનવભક્ષી વરુના હુમલાથી વધુ એક બાળકીનું મૃત્યુ, કુલ નવ લોકોના મોત

બહરાઈચ : ઉત્તર પ્રદેશના બહરાઈચ(Bahraich)જિલ્લાના 35 ગામોના લોકો હજુ પણ માનવભક્ષી વરુના ભયમાં જીવી રહ્યા છે. વનવિભાગે ચાર વરુ પકડ્યા છે પરંતુ હજુ પણ બે વરુઓ હુમલા કરી રહ્યા છે. જેમાં રવિવારે રાત્રે વરુના હુમલામાં અઢી વર્ષની બાળકીનું મોત થયું હતું. આ અગાઉ વરુઓએ એક બાળક, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. બહરાઈચમાં વરુઓએ આઠ બાળકો સહિત નવ લોકોની હત્યા કરી નાખી છે. જેના લીધે ગામ લોકો આખી રાત જાગતા રહે છે અને પોતાના ઘરની ચોકી કરી રહ્યા છે.

સતત બીજી રાતે વરુઓએ હુમલો કર્યો

રવિવારે રાત્રે ગેરેઠી ગુરુદત્ત સિંહ ગામમાં વરુએ હુમલો કર્યો હતો. જેમાં અઢી વર્ષની બાળકીને નિશાન બનાવવામાં આવી હતી. બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ સિવાય કોટિયા ગામમાં 65 વર્ષીય મહિલા આંચલા પર હુમલો થયો હતો. હરડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ વરુએ આ બંને હુમલા કર્યા હતા. આ સતત બીજી રાતે વરુઓએ હુમલો કર્યો હતો.

પારસના ગળા પર પંજો માર્યો હતો

ઉલ્લેખનીય છે કે , શનિવારે રાત્રે મહસી વિસ્તારમાં ફરી એક વાર વરુએ હુમલો કરીને સાત વર્ષના બાળક પારસને ઇજા પહોંચાડી હતી. આ ઘટના પારસ રાત્રે ઘરમાં ઉંધી રહ્યો હતો. વરુએ અચાનક પારસના ગળા પર પંજો માર્યો હતો. જેના લીધે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button