કોઈ અફવાઓને માનશો નહીંઃ TikTok મામલે ખુદ કેન્દ્રીય પ્રધાને કરી દીધો છે ખુલાસો | મુંબઈ સમાચાર
નેશનલ

કોઈ અફવાઓને માનશો નહીંઃ TikTok મામલે ખુદ કેન્દ્રીય પ્રધાને કરી દીધો છે ખુલાસો

નવી દિલ્હીઃ એકાદ અઠવાડિયા પહેલા અમુક મોબાઈલ યુઝર્સના નેટવર્ક પર ટિકટોક એપ ખુલી હોવાના અહેવાલો હતા અને ત્યારથી જ સરકારે પ્રતિબંધ લગાવેલા આ એપ ફરી શરૂ થવાના અહેવાલો રોજ આવ્યા કરે છે.

કોઈ ટેકનિકલ ગ્લિચને લીધે ગણતરીના મોબાઈલમાં જોવા મળેલી આ એપ મામલે સરકાર સ્પષ્ટતા કરતી રહી છે ત્યારે ખુદ આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે ફરી સ્પષ્ટતા કરી છે કે TikTok એપ પરનો પ્રતિબંધ હટાવવાનો કોઈ ઈરાદો સરકારનો નથી.

આપણ વાંચો: ફેસબુક, વોટ્સએપ જેવી 26 સોશિયલ મીડિયા એપ્સ પર પ્રતિબંધ: નેપાળ સરકારે કેમ લીધો આ નિર્ણય?

કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે ભારતમાં TikTok ફરી થવા અંગે કહ્યું હતું કે કોઈપણ અફવાઓનો ભોગ બનશો નહીં, શોર્ટ વીડિયો એપ ટિકટોક ફરીથી શરૂ કરવા પર કોઈ વિચાર કર્યો નથી.

અહેવાલોમાં જણાવાયું છે કે પ્રધાને સ્પષ્ટ કર્યું છે કે સરકારમાં આ પ્રતિબંધ હટાવવા માટે કોઈ ચર્ચા થઈ નથી. મની કંટ્રોલ સાથેની એક મુલાકાતમાં, જ્યારે તેમને ભારતમાં TikTok ના પાછા ફરવા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

આપણ વાંચો: અફવાઓ અંગે ભારત સરકારનું સ્પષ્ટિકરણ! TikTok સહિત ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ યથાવત

ભારતમાં અચાનક TikTok એપ અમુક યુઝર્સને દેખાતા લોકોને લાગ્યું હતું કે સરકારે પ્રતિબંધ હટાવી લીધો છે અને હવે ફરી ટીકટોક ભારતમાં જોઈ શકાશે. જોકે તે સમયે પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ટેકનિકલ ખામીને લીધે આમ બન્યું હતું.

કોરોનાકાળ દરમિયાન વર્ષ 2020ના જૂન મહિનામાં નેશનલ સિક્યોરિટી અને ડેટા પ્રાઈવસીને ધ્યાનમાં લઈ સરકારે 59 જેટલી ચાઈનીઝ સાઈટ અથવા એપ બંધ કરી હતી, જેમાં ટિકટોક પણ હતી. ટિકટોક ખૂબ જ પોપ્યુલર હોવાથી તેની ચર્ચા વધારે થઈ હતી.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button