‘નૂરી’ના ચક્કરમાં ફસાશે કોંગ્રેસના આ વરિષ્ઠ નેતા?
નવી દિલ્હીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ પોતાની મમ્મી સોનિયા ગાંધીને પપી નૂરીની ભેટ આપી હતી, પરંતુ હવે એને લઈને નવો વિવાદ ઊભો થયો છે. રાહુલ ગાંધીએ ગલુડિયાનું નામ નૂરી રાખ્યું ત્યારે સપનેય વિચાર્યું નહોતું કે એનાથી વિવાદ ઊભો થશે.
સૌથી પહેલી વખત રાહુલ ગાંધીએ ગલુડિયાનું નામ નૂરી રાખ્યું ત્યારે ઓવૈસીની પાર્ટીની પાર્ટી ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મસ્લિમીન (એઆઈએમઆઈએમ) નારાજગી વ્યક્ત કરી હતી અને રાહુલ ગાંધીને ચેતવણી પણ આપી હતી.
હવે પાર્ટીના પ્રવક્તા ફરહાન નૂરીના નામને લઈ પ્રયાગરાજ સીજેએમ (ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ) કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. હવે રાહુલ ગાંધીની સામે કેસ નોંધાવ્યો છે, જ્યારે કોર્ટે તેને સ્વીકારીને કેસની સુનાવણી આઠમી નવેમ્બરે સુનાવણી કરવાની તારીખ આપી છે. એઆઈએમઆઈએમના નેતા ફરહાને કોર્ટમાં દાખલ કરેલા કેસમાં જણાવ્યું છે કે રાહુલ ગાંધીએ શ્વાનનું નામ નૂરી રાખવાને કારણે મુસ્લિમ સમાજની ભાવનાને ઠેસ પહોંચી છે, જ્યારે ઇસ્લામમાં નૂરી પયગંબર મોહમ્મદની જાતિ અને વ્યક્તિત્વ સાથે સંબંધિત છે.
તેમણે કહ્યું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ મુસ્લિમોની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા અને અપમાન કરવા બદલ આ કેસ નોંધવામાં આવ્યો છે. સીજેએમ કોર્ટ આ મામલે 8 નવેમ્બરે સુનાવણી કરશે. કોર્ટ મોહમ્મદ ફરહાનનું નિવેદન રેકોર્ડ કરશે અને રાહુલ ગાંધીને નોટિસ પણ જારી કરી શકે છે.