22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં આવવા કોણે કર્યો અનુરોધ
અયોધ્યા: આગામી વર્ષે 22 જાન્યુઆરીના અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હસ્તે શ્રી રામ મંદિરનું ઉદ્ઘાટન અને લોકાર્પણ કરવામાં આવશે ત્યારે દેશના ભવ્ય મહોત્સવમાં દેશ અને પરદેશથી લાખો લોકો મુલાકાત લઈ શકે છે, પરંતુ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ના આવે.
રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે કહ્યું હતું કે 22મી જાન્યુઆરીએ અયોધ્યા આવશે નહીં, પણ આસપાસ વિસ્તારોમાં આવેલા મંદિરોમાં જઈને આ મહોત્સ્વની ઉજવણી કરજો. દરેક લોકો સાથે મળીને આ મહોત્સવની ઉજવણી કરો અને આ દરમિયાન શહેરમાં ભીડ કે ટ્રાફિક થાય નહીં તેનું ધ્યાન રાખવાની ભક્તોને અપીલ કરી હતી.
શ્રી રામમંદિરના આ ભવ્ય કાર્યક્રમ માટે પ્રાણ-પ્રતિષ્ઠા માટે વૈદિક અને ધાર્મિક વિધિ તો એક અઠવાડિયા પહેલા એટલે 16 જાન્યુઆરીથી જ શરૂ કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પણ દેશવિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માટે ટેન્ટ સિટીનું નિર્માણ કર્યું છે, જ્યાં લગભગ 80 હજાર ભક્ત માટે રહેવા ખાવાની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે
દેશના આટલા મોટા ઉત્સવની તૈયારીને લઈને રામ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી ચંપત રાયે શ્રી રામ મંદિર વિશે માહિતી આપતા કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ બપોરે 12 વાગ્યે આ કાર્યક્રમ થશે. રામ મંદિરને લઈને બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. મંદિરના ગર્ભગૃહ, રામલાલાની મૂર્તિ પણ તૈયાર કરી છે, પણ હજી આ મંદિરનું સંપૂર્ણ કામ પૂરું થતાં બે વર્ષ જેટલો સમય લાગશે, એવું તેમણે જણાવ્યું હતું.
દેશના અનેક ભાગોમાથી ભક્તો આ ભવ્ય લોકર્પણ કાર્યક્રમમાં હાજર રહેવા અયોધ્યા આવવાની યોજના બનાવી રહ્યા છે, જ્યારે થાણેથી એક ભક્તોનું જૂથ પગપાળા કરીને આ મહિને જ અયોધ્યા જવા રવાના થયું હતું. દરમિયાન એક મીડિયા અહેવાલ મુજબ ચંપત રાયે અપીલ કરી હતી કે આગામી 22 જાન્યુઆરીએ લોકો અયોધ્યા આવવાને બદલે તેમના ત્યાં આવેલા નજીકના મંદિરમાં જઈ આ મહોત્સવની ઉજવણી કરવાની અપીલ કરી છે.