‘જો મોદી PM બનશે તો હું માથું મુંડાવીશ…’, Somnath Bharati ના નિવેદન બાદ બીજેપી નેતાએ ઓનલાઈન કાતર ઓર્ડર કરી
નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election)માટે તમામ તબક્કાનું મતદાન સમાપ્ત થઈ ગયું છે અને એક્ઝિટ પોલના તારણો જાહેર થઇ ગયા છે, અલગ અલગ સંસ્થાઓએ કરેલ એક્ઝિટ પોલ(Exit Pol)માં NDAને ફરી એક વાર પ્રચંડ જીત મળતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલ અનુસાર ભાજપ દિલ્હીની તમામ 7 સીટો પર જીત મેળવી શકે છે. એવામાં વિપક્ષે એક્ઝિટ પોલના તારણોને ફગાવી દીધા છે. આ દરમિયાન નવી દિલ્હી લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર સોમનાથ ભારતી(Somantah Bharati)એ ચોંકાવનારું નિવેદન આપ્યું છે.
સોમનાથ ભારતીએ કહ્યું કે જો નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે તો તેઓ માથાનું મુંડન કરાવશે. તેમના નિવેદનને બાબતે સોશિયલ મીડિયા પર ચર્ચાએ જોર પકડ્યું છે. બીજેપી નેતા તજિન્દર પાલ સિંહ બગ્ગા(Tajinder Pal Singh Bagga)એ સોમનાથ ભારતીની ટીપ્પણીનો જવાબ આપતા કાતરનો ઓર્ડર આપ્યો છે.
તજિન્દર પાલ બગ્ગાએ કાતરના ઓર્ડરનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ x પર પોસ્ટ કર્યો અને સાથે લખ્યું કે મારા પ્રિય મિત્ર સોમનાથ ભારતી કહે છે કે જો મોદી ફરીથી પીએમ બનશે તો તેઓ માથું મુંડન કરશે. હું આ મહાન કાર્યમાં યોગદાન આપવા માંગુ છું. કૃપા કરીને જરૂરી પગલાં લો અને વીડિયો અપલોડ કરો.
એક્ઝિટ પોલના પરિણામો અનુસાર ભાજપ દિલ્હીની તમામ સાત બેઠકો જીતી શકે છે. ભાજપે નવી દિલ્હી લોકસભા સીટ પરથી આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતી સામે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. એક્ઝિટ પોલ અનુસાર બાંસુરી સ્વરાજ ચૂંટણી જીતી રહ્યા છે. અગાઉ કેન્દ્રીય પ્રધાન મીનાક્ષી લેખી આ લોકસભા બેઠક પરથી સાંસદ હતા પરંતુ પાર્ટીએ તેમની ટિકિટ રદ કરી દીધી હતી.
લગભગ તમામ એક્ઝિટ પોલમાં ભાજપે દિલ્હીમાં 6 થી 7 બેઠકો જીતી છે. ઘણા એક્ઝિટ પોલમાં ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠક માટે ભાજપના મનોજ તિવારી અને કોંગ્રેસના કન્હૈયા કુમાર વચ્ચેની લડાઈ દર્શાવવામાં આવી છે. જો કે તમામ એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે આ હોટ સીટ પર મનોજ તિવારી આગળ છે.
Also Read