નેશનલ

શું રાજસ્થાનીઓ પોતાનો જ રેકોર્ડ કરશે બ્રેક?

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનું આજ મતદાન થયું. લોકશાહીના આ સૌથી મહત્વના પર્વને રાજસ્થાનની જનતાએ ખૂબ જ ઉત્સાહથી ઉજવ્યો. એટલું જ નહીં પણ મતદાનમાં રાજસ્થાન પોતાના જે આગલા રેકર્ડ બ્રેક કરે તેવી સંભાવના છે.

રાજસ્થાનમાં 200 માંથી 199 વિધાનસભા સીટો માટે મતદાનનો સમય સમાપ્ત થઈ ગયો છે. આ પછી પણ અનેક મતદાન મથકો પર મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. સાંજે 5 વાગ્યા સુધી 68.24% મતદાન થયું છે. આ સાથે જ અલગ-અલગ વિસ્તારોમાંથી છૂટાછવાયા હિંસાના કિસ્સા પણ નોંધાયા છે.

રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023 માટે મતાધિકારનો ઉપયોગ કરવાનો સમય સાંજે 6 વાગ્યે સમાપ્ત થઈ ગયો છે. મુખ્ય ચૂંટણી અધિકારી પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું કે રાજસ્થાનમાં પોસ્ટલ બેલેટ દ્વારા પડેલા મતોની ટકાવારી 8.828 ટકા છે. આને સાંજના 5 વાગ્યા સુધીની મતદાન ટકાવારીમાં ઉમેરીએ તો તે 69.06 થાય છે.

પાંચ વાગ્યા સુધીમાં 69 ટકા આસપાસનું મતદાન નોંધાઈ ચૂક્યું છે અને હજુ લાંબી લાઈનો છે ત્યારે મતદાન 75 ટકાથી પણ વધારે થવાની સંભાવના નકારી શકાતી નથી.

2013માં રાજસ્થાનમાં સૌથી વધુ 75.69 ટકા મતદાન થયું હતું. આ પછી, 2018 માં તે 74.71 ટકા હતો. જો કે આ વખતનું મતદાન અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. આવતીકાલ સવાર સુધી મતદાનના આંકડા અપડેટ થતા રહેશે. મતદાનની ટકાવારીમાં બેથી ત્રણ ટકાનો વધારો થવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ગત ચૂંટણીમાં તિજારામાં 82 ટકા મતદાન થયું હતું. છેલ્લી ચૂંટણીમાં શિવ વિધાનસભામાં 79.77 ટકા અને બાયતુમાં 82.55 ટકા મત પડ્યા હતા.

લક્ષ્મણગઢ બેઠક પર ગત ચૂંટણીમાં 74 ટકા મતદાન થયું હતું. આ વખતે સાંજે 5 વાગ્યા સુધી મતદાન 72 ટકાને પાર કરી ગયું છે. આ જોતા પાંચ વાગ્યા પછીનું મતદાન મહત્વનું બની રહે છે. જોકે સ્પષ્ટ આંકડા આવતીકાલે સવારે જ માલૂમ પડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા