નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

શું મહેબૂબા મુફ્તી આ વખતે ઇતિહાસ રચશે?

8 વાર શ્રીનગર સીટ પર કબજો જમાવી ચૂક્યો છે અબ્દુલ્લા પરિવાર

લોકસભાના મતવિસ્તાર અને તેના ઉમેદવારને જાણવા જરૂરી છે, તેથી આજે અમે તમને શ્રીનગરની લોકસભા સીટ વિશે માહિતી આપીશું, જ્યાંથી વર્તમાન સાંસદ ફારૂક અબદુલ્લા છે. આ સીટ પર ત્યાર સુધી 15 વાર ચૂંટણી થઇ છે અને આઠ વાર ફારૂખ અબ્દુલ્લા પરિવારને ફાળે આ સીટ ગઇ છે. આ વખતે સીમાંકનને કારણે અહીં મહેબુબા મુફ્તીની પીડીપી પણ અહીં મજબૂત સ્થિતિમાં છે.

હિમાલયની ગોદમાં વસેલા અને 1947માં પાકિસ્તાની આક્રમણનો સામનો કરનાર શહેર શ્રીનગરની સીટ લોકસભાની ચૂંટણીમાં જમ્મુ અને કાશ્મીરની હાઇ પ્રોફાઇલ સીટ ગણાય છે, જે પરંપરાગત રીતે નેશનલ કોન્ફરન્સનો ગઢ ગણાય છે, પણ વર્તમાન પરિસ્થિતિ અલગ છે. તેથી સવાલ એ થાય છે કે આ સીટ પર નેશનલ કોન્ફરન્સનું પ્રભુત્વ રહેશે કે પછીમહેબુબા મુફ્તી બાજી મારી જશે કે પછી બેની લડાઇમાં ત્રીજો એટલે કે ભાજપ કે કૉંગ્રેસ ફાવી જશે?

આ પણ વાંચો: જાણો જમ્મુ અને કાશ્મીરમાં કુલ કેટલા મતદારો છે?

જેલમ નદી અને દાલ લેકના કિનારે વસેલા શ્રીનગરની સ્થાપના મૌર્ય સમ્રાટ અશોકના શાસન કકાળમાં કરવામાં આવી હતી. તેમણે અહીં ચોથી સદી સુધી શાસન કર્યું. ત્યાર બાદ ગોનંદ વંશ આવ્યો અને 14મીથી 16મી સદીમાં અહીં મીર વંશનું શાસન રહ્યું. 16મી સદીના ઉત્તરાર્ધમાં શહેર મોગલ સામ્રાજ્યનો ભાગ રહ્યું. મોગલ શાસકોએ અહીં દાલ લેકની આસપાસ શાલીમારગાર્ડન, નિશાંત બાગ જેવા બગીચા બનાવ્યા. મોગલ વંશ બાદ અહીં શીખોએ અને 1846થી ડોગરા વંશના શાસન હેઠળ આવ્યો હતો.

શ્રીનગર લોકસભા સીટ ભારતની આઝાદીના 20 વર્ષ પછી એટલે કે 1967માં અસ્તિત્વમાં આવી હતી. આ સીટ નેશનલ કોન્ફરન્સનો ગઢ રહી છે. આ લોકસભા સીટમાં 15 વિધાનસભા સીટ છે, જેમાંથી 7 સીટ નેશનલ કોન્ફરન્સ અને 7 સીટ પીડીપી પાસે છે. એક સીટ પીડીએફ પાસે છે.

શ્રીનગર લોકસભા સીટ પર લગભગ 17 લાખ મતદારો છે. નવા સીમાંકનમાં અહીં શોપિયાં અને પુલવામા જિલ્લામાંથી છ બેઠકો ઉમેરવામાં આવી છે, જેથી પીડીપીની સ્થિતિ અહીં મજબૂત થઇ છે. 2014ની વિધાનસભા ચૂંટણીમાં આ જિલ્લાઓની તમામ છ બેઠકો પીડીપીએ જીતી હતી. તેથી જ નેશનલ કોન્ફરન્સ માટે અહીં કપરા ચઢાણ છે.

આંતકવાદગ્રસ્ત આ શહેરમાં છેલ્લા ઘણા દાયકાઓથી અહીં ચૂંટણી યોજવી પ્રશાસન માટે સમસ્યા બની રહી છે. 2019ની ચૂંટણીમાં શ્રીનગર લોકસભા સીટ પર માત્ર 13 ટકા મતદાન થયું હતું.હિંસાના ડરને કારણે આ લોકસભા સીટના 70 મતદાન મથકો પર એક પણ મતદાન થયું ન હતું.

કલમ 370 નાબુદ કરવામાં આવ્યા બાદ શ્રીનગરમાં આ પહેલી ચૂંટણી છે, તેથી સમગ્ર દેશની નજર આ સીટના પરિણામો પર રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button