જેલથી સરકાર ચલાવશે કેજરીવાલ? તિહારના પૂર્વ પીઆરઓએ આપ્યો આવો જવાબ

નવી દિલ્હીઃ ફરી કેજરીવાલને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી અને આજે ઈડી રિમાન્ડ પૂર્ણ થતા કેજરીવાલને ફરી કોર્ટે જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. હવે વધુ કેજરીવાલને 15 દિવસ તિહાર જેલની હવા ખાવી પડશે. જો કે સૌથી મોટો પ્રશ્નાર્થ એ છે કે અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી રાષ્ટ્રીય રાજધાનીની સરકાર ચલાવી શકશે?
જેલથી સરકાર ચલાવાના સવાલ પર પોતાનો પક્ષ રાખતા તિહાર જેલના પીઆરઓ સુનીલ ગુપ્તાએ જણાવ્યું કે આ ખૂબ જ પડકારજનક થઈ પડશે. સીએમ સાથે એક નજીકનો સ્ટાફ હોવો જોઈએ. આપણી પાસે 16 જેલ છે, પરંતુ એમાંથી એકમાં પણ એવી સુવિધા નથી જેમાંથી મુખ્યપ્રધાન પદ કાર્યરત રહે. કોઈ પણ આટલા બધા નિયમોના ભંગની મંજુરી નહીં આપશે. સરકાર ચલાવાનો અર્થ માત્ર ફાઈલો પર હસ્તાક્ષર કરવાનો નથી.
સરકાર ચલાવા માટે કૈબિનેટની બેઠક કરવાની હોય છે, મંત્રીઓની સલાહ લેવાની હોય છે અને ઘણા બધા કર્મચારીઓ હોય છે. એલજી સાથે બેઠકો અથવા ટેલીફોન પર વાતચીત થતી હોય છે. જેલમાં ટેલીફોનની સુવીધા હોતી નથી. જાહેર જનતા દરરોજ પોતાની સમસ્યાના નિવારણ હેતુ મુખ્યપ્રધાનને મળવા આવે છે. જેલમાં સીએમ કાર્યાલય બનાવવું અશક્ય છે. જેલમાં કૈદી દરરોજ પાંચ મિનિટ માટે પરિવાર સાથે વાત કરી શકે છે અને આ બધુ રેકોર્ડ થાય છે.
આપણ વાંચો: અરવિંદ કેજરીવાલે લીધા આતિશી અને સૌરભ ભારદ્વાજના નામ, દિલ્હી દારૂ કૌભાંડમાં કોર્ટમાં EDનો મોટો દાવો……
ઉલ્લેખનીય છે કે હાલ એવો કોઈ નિયમ નથી કે જેલથી સરકાર ચલાવી ના શકાય, પરંતુ જેલમાંથી સરકાર ચલાવામાં ઘણી મૂશ્કેલીઓ રહેલી છે. સૌથી મોટી સમસ્યા એ છે કે જેલમાંથી સરકાર ચલાાવી શકાય છે પણ કોઈ બેઠક કરી શકાતી નથી. આ સાથે તેમણે કોઈ પણ આદેશ પસાર કરવા માટે કોર્ટની મંજુરી લેવી પડશે.
કેદી વકીલની મદદથી કોઈ પણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરી શકે છે, પણ સરકારી દસ્તાવેજ પર હસ્તાક્ષર લેવા માટે પણ કોર્ટથી મંજુરી લેવી પડશે. જો મંજુરી લેવા વગર જ કોઈ નિર્ણય લેવામાં આવશે તો તેને પડકારી શકાય છે.