હવે લોકગાયિકા મૈથિલી ઠાકુર રાજનીતિના સૂર રેલાવશે, આ પક્ષની ટિકિટ પર લડે તેવી ચર્ચા | મુંબઈ સમાચાર
નેશનલમનોરંજન

હવે લોકગાયિકા મૈથિલી ઠાકુર રાજનીતિના સૂર રેલાવશે, આ પક્ષની ટિકિટ પર લડે તેવી ચર્ચા

નાની ઉંમરથી ખૂબ જ સારું શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત જાણનારી અને બિહારી લોકગીતોને ઘરે ઘરે પહોંચાડનારી મૈથિલી ઠાકુરની એક મુલાકાતે સૌની આંખો પહોંળી કરી દીધી છે. આજે તે ભાજપના રષ્ટ્રીય અધ્યક્ષ વિનોદ તાવડેને મળી છે અને તેના ફોટા વાયરલ થતા મૈથિલી રાજકારણમાં ઝંપલાવશે, તેવી અટકળો તેજ થઈ છે.

આજે જ ચૂંટણી પંચે બિહારની ચૂંટણીની તારીખો જાહેર કરી છે ત્યારે ગાયિકા પણ ચૂંટણીમાં ઝંપલાવશે તેમ માનવામા આવે છે. મૈથિલી દરભંગાની અલીનગર બેઠક પરથી ચૂંટણી લડે, તેવી શક્યતા છે.

આપણ વાંચો: Modiની રમૂજે સૌ કોઈને હસાવ્યા, જાણો અમદાવાદીઓ વિશે શું કહ્યું

મૈથિલી વિનોદ તાવડે અને ગૃહરાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયનેદિલ્હી ખાતે મળી હતી. તેની તસવીરો વાયરલ થઈ રહી છે. ચૂંટણી પહેલા જ થયેલી આ મુલાકાતે સ્વાભાવિક રીતે અટકળોનું બજાર ગરમ રાખ્યું છે.

વિનોદ તાવડેએ આ ફોટા સાથે ટ્વીટર પર પોસ્ટ મૂકી છે. 1995માં બિહારમાં લાલુરાજ આવ્યા બાદ જે પરિવારો બિહાર છોડીને ગયા હતા તેમાંના એક પરિવારની દીકરી મૈથિલી ઠાકુર બદલતા બિહારની રફતાર જોઈ ફરી બિહાર આવવા માગે છે. જોકે આ મામલે પક્ષે કે મૈથિલીએ કંઈપણ સત્તાવાર જણાવ્યું નથી.

મૈથિલી મૂળ દરભંગાની છે. સંગીતક્ષેત્રમાં નાની ઉંમરે સારું નામ કમાઈ ચૂકેલી મૈથિલી હવે રાજકીય કારકિર્દી શરૂ કરશે કે કેમ તે થોડા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button