
નવી દિલ્લીઃ 294 ધારાસભ્યો ધરાવતી પશ્ચિમ બંગાળ વિધાનસભાની માર્ચ-એપ્રિલ 2026માં ચૂંટણી યોજાઈ શકે છે. જેમાં લોકોની નજર ભાજપ જીતશે કે મમતા તેના પર છે. આ દરમિયાન ઈન્ડિયા ટુ઼ડે સી વોટરના મૂડ ઓફ ધ નેશનલ ઓપિનિયન પોલ સામે આવ્યો છે. જે મુજબ ભાજપના વોટ શેરમાં ત્રણ ટકાનો વધારો થઈ શકે છે, જે 39 ટકાથી વધીને 42 ટકા સુધી પહોંચી શકે છે. જોકે સર્વેને સંપૂર્ણ સાચા માનવામાં આવતા નથી, પરંતુ પશ્ચિમ બંગાળમાં ભાજપને ફાયદો થતો હોવાનું સામે આવ્યું છે. જોકે પ્રાદેશિક પક્ષ તૃણમુલ કોંગ્રેસનું વર્ચસ્વ પણ યથાવત્ હોવાનું સામે આવ્યું છે.
સૂત્રોના કહેવા પ્રમાણે, ભાજપ માટે મનોવૈજ્ઞાનિક રીતે ખૂબ મહત્ત્વની માનવામાં આવે છે. જોકે માત્ર વોટ શેર વધવો જ સત્તાની ચાવી નથી હોતું. બંગાળ જેવા રાજ્યમાં પ્રાદેશિક પક્ષોનો પ્રભાવ હોવાથી ભાજપ જેવા પક્ષોએ અહીં જીતવું લોઢાના ચણા ચાવવા જેવું સમાન છે.
સૂત્રો મુજબ, પશ્ચિમ બંગાળ ખૂબ ઝડપથી બાઈપોલર સ્ટેટ બની રહ્યું છે. અહીં મુખ્ય મુકાબલો મમતા બેનર્જીના ટીએમસી અને ભાજપ વચ્ચે છે. કોંગ્રેસ અને ડાબેરીઓનો પ્રભાવ સતત ઘટી રહ્યા છે. આ કારણે અહીં મતોનું પણ ધ્રુવીકરણ થાય છે. લેટેસ્ટ ઓપનિયન પોલ મુજબ મમતા બેનર્જીનું પલ્લું ભારે છે અને સૌથી મજબૂત રાજકીય પક્ષ છે. ભાજપે રાજ્યમાં તેનો વિસ્તાર વધાર્યો છે પરંતુ સત્તા નજીક પહોંચવા ખૂબ મહેનત કરવી પડશે. 2026ની વિધાનસભા નજીક છે ત્યારે આગામી મહિનામાં રાજકીય સમીકરણો ખૂબ ઝડપથી બદલાઈ શકે છે.
2021માં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 મેના રોજ જાહેર થયા હતા. 215 સીટ જીતીને ટીએમસી સૌથી મોટી પાર્ટી બની હતી અને મમતા બેનર્જી ફરીથી મુખ્ય પ્રધાન બન્યા હતા. જ્યારે 77 સીટ જીતીને ભાજપે મુખ્ય વિરોધ પક્ષનો દરજજો હાંસલ કર્યો હતો.
મૂડ ઓફ ધ નેશનલ ઓપિનિયન પોલ મુજબ જો આ વર્ષે લોકસભા ચૂંટણી થાય તો તૃણમુલ કોંગ્રસ 2024 જેવું જ પ્રદર્શન કરી શકે છે. 2026માં ટીએમએમસીને 28 અને ભાજપને 14 સીટ મળી શકે છે. 2024ની લોકસભા ચૂંટણીમાં ટીએમસીને 29 સીટ અને ભાજપને 12 સીટ મળી હતી.
આ પણ વાંચો ‘મિયાંઓ’ને પરેશાન નહીં કરો ત્યાં સુધી આસામ છોડીને નહીં ભાગે, મુખ્યમંત્રી સરમાના નિવેદનથી વિવાદ



