રીલ્સ બનાવવાની ના પાડતા પત્નીઅ પતિને મોતને ઘાટ ઊતાર્યો….
બેગુસરાયઃ આજકાલ સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર રીલનો ટ્રેન્ડ ખૂબ જ ફેમસ છે. લોકો ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ સહિત ઘણી જગ્યાએ રીલ બનાવીને અપલોડ કરતા હોય છે. આજના સમયમાં દરેકના હાથમાં સ્માર્ટફોન છે અને દરેક વ્યક્તિને લોકોમાં ફેમસ થવાની લાલસા છે. અને મોટાભાગના લોકો વિચારે છે કે રીલ્સ બનાવીને આ સરળતાથી ફેમસ થઈ શકાય છે. અને આ રાલ્સ એમનું વ્યસન બની જાય છે અને તેના કારણે ઘણીવાર એટલા ખરાબ પરિણામ આવે છે કે તેના કારણે ગુનો કરતા પણ અચકાતા નથી.
બિહારના બેગુસરાયથી આવી જ એક ઘટના બની જ્યારે પતિએ તેની પત્નીને રીલ બનાવવાની ના પાડી, ત્યારે તેણે પોતાના પરિવાર સાથે મળીને પતિની હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું હતું કે પત્ની અને તેના પરિવારના સભ્યોએ મળીને પતિનું ગળું દબાવી દીધું હતું. મહેશ્વર રાય નામના આ વ્યક્તિના લગ્ન લગભગ સાત વર્ષ પહેલા ખોડાબંધપુરના ફાફૌટ ગામની રહેવાસી રાની કુમારી સાથે થયા હતા. તે કોલકાતામાં મજૂર તરીકે કામ કરતો હતો અને થોડા દિવસ પહેલા તેના ઘરે આવ્યો હતો. તેની પત્નીને ટિકટોક અને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવવાની આદત પડી ગઈ હતી અને મહેશ્વરને આ પસંદ નહોતું. આ ઘટના ખોડાબંધપુર પોલીસ સ્ટેશન વિસ્તારના ફાફૌટ ગામમાં બની હતી.
મૃતક મહેશ્વર કુમાર રાય (25 વર્ષ) સમસ્તીપુરના વિભૂતિપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નરહન ગામનો રહેવાસી હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસે મૃતદેહનો કબજો લઈ તેને પોસ્ટમોર્ટમ માટે સદર હોસ્પિટલ મોકલી આપી હતી અને કેસની તપાસ શરૂ કરી હતી. મહેશ્વર રાયને રીલ્સ બનાવવા બાબતે તેની પત્ની સાથે અવારનવાર મતભેદ થતા હતા. આ વખતે પણ તે ઘરે આવ્યો ત્યારે રીલ બનાવવા બાબતે ઝઘડો થયો હતો અને તેણે તેની પત્નીને રીલ બનાવવાની મનાઈ કરી હતી. તેની પત્ની તેના મામાના ઘરે હતી અને મહેશ્વર તેને મળવા માટે ત્યાં ગયો હતો અને ત્યારબાદ આ બાબતે તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી પત્ની અને તેના પરિવારના સભ્યોએ મળીને મહેશ્વરની હત્યા કરી હતી. આ અંગે મહેશ્વરના ભાઈને જાણ થતાં તેણે તેને ફોન કરતાં અન્ય કોઈએ ફોન ઉપાડ્યો હતો. મહેશ્વરના પરિવારજનોનો આરોપ છે કે રીલ અને વીડિયો બનાવવાની ના પાડતા તેની પત્ની અને મહેશ્વરના સાસરિયાઓએ મળીને તેની હત્યા કરી હતી. હાલ આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે.