લગ્નના એક જ વર્ષમાં પત્નીએ માગ્યા છૂટાછેડા, માગ્યા 5 કરોડ, જાણો સુપ્રિમ કોર્ટે શું કહ્યું

લગ્ન સંબંધ ન માત્ર બે માણસ પણ બે પરિવાર માટે નવી શરૂઆત હોય. એક તાતણે બે માણસ સુખના સાથી દુ:ખ સહભાગી બને છે. પરંતુ ઘણી વખત અણધાર્યા વણાંક સંબંધનો અંત સમસ્યાનું સમાધાન બની જાય છે.
તાજેતરના એક કેસમાં પણ એવું જ કઈક બન્યું પતિ પત્ની લગ્નને એક વર્ષ પૂર્ણ થયા બાદ પત્નીએ પતિ સાથે અલગ થવાના રૂપિયા 5 કરોડની માગ કરી હતી. જેને કોર્ટે અવાસ્તવિક ગણાવીને કડક ચેતવણી આપી હતી.
કોર્ટની સુનાવણીમાં કડક વલણ
સુપ્રીમ કોર્ટે આ કેસની સુનાવણી દરમિયાન પત્નીની 5 કરોડની માંગને અવ્યવહારુ અને અનુચિત ગણાવી. કોર્ટે કહ્યું, જો આવી માંગ ચાલુ રહેશે તો કોર્ટને કડક આદેશ આપવા પડશે. કોર્ટે બંને પક્ષોને સુપ્રીમ કોર્ટના મધ્યસ્થતા કેન્દ્રમાં પરત જવાનો આદેશ આપ્યો અને ચેતવણી આપી કે આવા વલણથી પત્નીને અનુકૂળ ન પડે તેવા નિર્ણયો આવી શકે છે.
પત્નીની માંગ અને પતિની ઓફર
કોર્ટમાં જણાવવામાં આવ્યું કે, પતિ અમેઝોનમાં ઇજનેર તરીકે કામ કરે છે અને તેણે વિવાદને ઉકેલવા માટે 35થી 40 લાખ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ પત્નીએ તેને નકારી કાઢી. કોર્ટે પતિના વકીલને કહ્યું કે, “તમે તેને પરત બોલાવીને ભૂલ કરશો, તમે તેને સંભાળી નહીં શકો કારણ કે તેના સપના ખૂબ મોટા છે.” કોર્ટે પત્નીને વાજબી માંગ કરીને મામલાને વહેલો ઉકેલવાની અપીલ કરી.
આ કેસમાં કોર્ટે બંને પક્ષોને 5 ઓક્ટોબરે મધ્યસ્થતા કેન્દ્રમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. મધ્યસ્થતાની રિપોર્ટ આવ્યા બાદ જ આગળની સુનાવણી કરવામાં આવશે. આ નિર્ણય લગ્નના કાનૂની પાસાઓમાં વાજબીતા અને વ્યવહારિકતાના મહત્વને રેખાંકિત કરે છે, જે અન્ય કેસો માટે પણ ઉદાહરણરૂપ બની શકે છે.
આ કેસ લગ્ન અને ડિવોર્સના મુદ્દાઓ પર સમાજમાં નવી વિચારણા કરાવે છે, જ્યાં આર્થિક માંગો વ્યક્તિગત સંબંધોને અસર કરે છે. કોર્ટનું વલણ દર્શાવે છે કે અદાલત અનુચિત માંગો સામે કડક વલણ અપનાવશે, જેથી લોકો વાસ્તવિક અને વાજબી અભિગમ અપનાવે. આમ, આ ઘટના વિવાહ જીવનમાં સમતુલા અને સમજદારીના મહત્વને ઉજાગર કરે છે.
આ પણ વાંચો…લગ્ન તોડવા જવાબદાર પ્રેમી/પ્રેમિકા પર વળતરનો દાવો માંડી શકાય? દિલ્હી હાઈકોર્ટે શું કહ્યું…