રામ મંદિરમાં પ્રભુ રામની બે મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા શા માટે?
નવી દિલ્હી: અયોધ્યામાં પ્રભુ રામના પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોર શોરમાં ચાલી રહી છે ત્યારે રામ મંદિરના પ્રથમ તબક્કાનું કામ ડિસેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષે જણાવ્યું હતું કે શ્રી રામની મૂર્તિનો અભિષેક આગામી 22 જાન્યુઆરી 2024ના રોજ થવાનો છે.
વડા પ્રધાન મોદી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગર્ભગૃહમાં બે મૂર્તિઓ હશે એક નાની અને એક મોટી મૂર્તિ…એક શ્રી રામના બાળપણની અને બીજી રામલલાની જે મોટાભાગે તમામ રામ મંદિરોમાં જોવા મળે છે એક મૂર્તિમાં ભગવાનની ઉંમર ચાર કે પાંચ વર્ષની હશે અને મૂર્તિની ઊંચાઈ 51 ઈંચ હશે. આ કાર્યક્રમમાં લગભગ દસ હજાર ખાસ આમંત્રિતો હાજરી આપશે. મૂર્તિની પ્રતિષ્ઠા વિધિ થશે. જેમાં રામ મંદિર નિર્માણ આંદોલન સાથે જોડાયેલા ઋષિ-સંતો સમુદાયના લોકો અને દેશ-વિદેશના અને મુખ્યત્વે ઉત્તર પ્રદેશના જાણીતા લોકો સામેલ થશે.
મૂર્તિની પ્રતિષ્ઠા બાદ દરરોજ લગભગ 1.25 લાખ મુલાકાતીઓ અયોધ્યા પહોંચે તેવી અપેક્ષા છે. નવેમ્બર 2019માં સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપતાં કેન્દ્ર સરકારને ત્રણ મહિનાની અંદર મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની સ્થાપના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી વડા પ્રધાન મોદીએ 5 ફેબ્રુઆરી 2020ના રોજ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની જાહેરાત કરી હતી. ટ્રસ્ટના નિર્ણય મુજબ 14 જાન્યુઆરી પછી એટલે કે મકરસંક્રાંતિ પછી ત્યાં પ્રાણ-પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવશે જે પ્રતિષ્ઠિત સાધુ-સંતો દ્વારા કરવામાં આવશે.
એક અંદાજ મુજબ મંદિર નિર્માણમાં અતિયાર સુધી 900 કરોડ જેટલો ખર્ચ થયો છે અને આ રકમ 1700થી 1800 કરોડ સુધી પહોંચે તેવી સંભાવના છે. ત્યારે ખાસ તો પ્રણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે ધ્યાન રાખવું પડશે કારણકે એ શક્યાઓને નકારી ના શકાય કે ધાર્યા કરતા પણ વધારે સંખ્યા ભગવાન રામના દર્શને આવે ત્યારે કોઇ પણ પ્રકારની ભાગદોડ કે બીજી કોઇ દુર્ઘટના ના થાય તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે.