નેશનલવિધાનસભા સંગ્રામ

આવું કેમ? જ્યાં જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પહોંચી, ત્યાં ત્યાં કૉંગ્રેસની હાર થઈ

મધ્ય પ્રદેશઃ ભાજપને સત્તા જવાનો ડર લગભગ સૌથી વધારે મધ્ય પ્રદેશમાં હતો, પરંતુ અહીં જનતાએ ભાજપને ફરી સત્તા આપી છે ત્યારે કૉંગ્રેસને અહીં તેમની કારમી હારના કારણો શોધવા અઘરા પડી રહ્યા છે.

આપણે મધ્ય પ્રદેશ વિધાનસભા ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો, મધ્યપ્રદેશમાં કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જે વિસ્તારોમાંથી પસાર થઈ ત્યાં પાર્ટી નબળી દેખાઈ છે. તેણે માત્ર નુકસાન સહન કર્યું હોવાનુ જણાઈ આવે છે, જે નવાઈની વાત છે.

કોંગ્રેસે ગત ચૂંટણીમાં યાત્રા રૂટ પર ઘણી બેઠકો જીતી હતી. કેટલીક બેઠકો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી, પરંતુ આ વખતે તેમાંથી લગભગ બધી બેઠકો પક્ષએ ગુમાવવાનો વારો આવ્યો છે. તમને જણાવી દઈએ કે ભારત જોડો યાત્રા બુરહાનપુર, ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને અગર-માલવા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રોમાંથી પસાર થઈ હતી. યાત્રા દરમિયાન કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા, તેમના પતિ રોબર્ટ વાડ્રા, પ્રખ્યાત બોક્સર વિજેન્દ્ર સિંહ, અભિનેત્રી સ્વરા ભાસ્કર સહિત ઘણી જાણીતી હસ્તીઓ પણ રાહુલની સાથે હતી.

મધ્યપ્રદેશમાં રાહુલની યાત્રા બુરહાનપુરથી શરૂ થઈ હતી. અહીં ભાજપની અર્ચના ચિટનીસે કોંગ્રેસના સુરેન્દ્ર સિંહ શેરાને 31 હજારથી વધુ મતોથી હરાવ્યા છે. શેરા ગત વખતે અહીંથી જીત્યા હતા. 2018માં કોંગ્રેસની સુમિત્રા કાસડેકરે નેપાનગર બેઠક પરથી જીત મેળવી હતી. બાદમાં તે ભાજપમાં જોડાઈ અને પેટાચૂંટણી પણ જીતી. આ વખતે ભાજપે મંજુ રાજેન્દ્ર દાદુને ટિકિટ આપી, જેમણે કોંગ્રેસના ઉમેદવાર ગેન્દુબાઈને 44 હજારથી વધુ મતોથી હરાવ્યા.

ગત વખતે પણ ખંડવાના પંઢાણામાં ભાજપે જીત મેળવી હતી. પાર્ટીના ઉમેદવાર છાયા મોરેએ કોંગ્રેસની રૂપાલી જૈનને 28,816 મતોથી હરાવ્યા હતા. કોંગ્રેસના નારાયણ પટેલ 2018માં ખંડવાના માંધાતા વિધાનસભા બેઠક પરથી જીત્યા હતા. બાદમાં તેઓ ભાજપમાં જોડાયા અને ભાજપની ટિકિટ પર પેટાચૂંટણી જીત્યા. આ વખતે ભાજપે તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા અને શરૂઆતથી જ તેમણે કોંગ્રેસના નજીકના હરીફ ઉત્તમ રાજનારાયણ સિંહ પુરાણીને હરાવ્યા.

કોંગ્રેસે 2018ની ચૂંટણીમાં ખંડવાની બરવાહ અને નજીકની ભીકનગાંવ વિધાનસભા બેઠકો જીતી હતી. બરવાહના કોંગ્રેસના ધારાસભ્ય સચિન બિરલા ભાજપમાં જોડાયા હતા.

આ ચૂંટણીમાં ભાજપની ટિકિટ પર લડેલા બિરલાએ શરૂઆતના તબક્કામાં જ કોંગ્રેસના નરેન્દ્ર પટેલ સામે પાંચ હજારથી વધુની લીડ લીધી હતી. ભીકનગાંવમાં છેલ્લી બે ચૂંટણીમાં કોંગ્રેસના ઝુમા સોલંકીનો વિજય થયો હતો. આ વખતે ભાજપના નંદા બ્રાહ્મણે ઝુમાને શરૂઆતથી જ પાછળ છોડી દીધા હતા. બરવાહથી આગળ વધીને રાહુલની યાત્રા વાહનો દ્વારા સીધી મહુ વિધાનસભા પહોંચી હતી. રાહુલની સામાન્ય સભા પણ મહુમાં યોજાઈ હતી. ગત વખતે અહીં ભાજપના ઉષા ઠાકુરનો વિજય થયો હતો. આ વખતે તેમની સામે એન્ટી ઇન્કમ્બન્સીની ચર્ચા હતી.

કોંગ્રેસે પણ પૂર્વ ધારાસભ્ય અને અગાઉના ઉમેદવાર અંતરસિંહ દરબારને ટિકિટ આપી ન હતી અને ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા રામકિશોર શુક્લાને ટિકિટ આપી હતી. ઉષા ઠાકુરે શરૂઆતમાં જ 18 હજારની લીડ લીધી હતી. અહીં કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા સ્થાને પહોંચ્યા હતા. યાત્રાનો આગળનો મુકામ રાઉ વિધાનસભા વિસ્તાર હતો. અહીં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને પૂર્વ મંત્રી જીતુ પટવારી બે ચૂંટણી જીત્યા હતા. આ વખતે મધુ વર્માએ શરૂઆતથી જ પોતાની જીત સાબિત કરી હતી.

બીજી તરફ ઉજ્જૈનની બંને બેઠકો પર ભાજપે પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. ઘાટિયામાં કોંગ્રેસના રામલાલ માલવિયા સામે ભાજપના સતીશ માલવિયાએ શરૂઆતથી જ મોટી લીડ મેળવી હતી. વર્ષ 2018માં અહીં કોંગ્રેસના રામલાલ માલવિયાની જીત થઈ હતી. મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રાનું છેલ્લું સ્ટોપ અગર વિધાનસભા ક્ષેત્ર હતું. અહીં ભાજપના માધવ સિંહે કોંગ્રેસના વિપિન વાનખેડે સામે મોટી લીડ મેળવી છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button