નવી દિલ્હી: પીઢ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta)ની તબિયત થોડી ખરાબ રહેતા તે સારવાર માટે નવી દિલ્હી ગઈ છે. આ દરમિયાન નીના ગુપ્તા ચેક-અપ માટે હૉસ્પિટલ પહોંચ્યા ત્યારે હૉસ્પિટલમાં તેમની સાથે જે થયું એ વાતથી અભિનેત્રી ખૂબ ગુસ્સે ભરાયા હતા.
દિલ્હી નજીક આવેલા ગુડગાંવમાં એક મોટા ખાનગી હૉસ્પિટલમાં નીના ગુપ્તા ચેક-અપ માટે પહોંચ્યા ત્યારે તેમની સાથે ચોંકાવનારો કિસ્સો બન્યો હતો. હોસ્પિટલમાં લાંબુ લચક મેડિકલ ફૉર્મ ભરવાનું જણાવ્યું હતું, પણ તે ફૉર્મ ભરતી વખતે તેમાં રિલિજિયસ વિશે પૂછવામાં આવતા તે ગુસ્સે ભરાયા હતા.
નીના ગુપ્તાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને આ કિસ્સો લોકોને જણાવ્યો હતો. નીનાએ કહ્યું હતું કે ‘હું એક મોટી અને પ્રખ્યાત હૉસ્પિટલમાં આવી છું અને મને એક રજિસ્ટ્રેશન ફૉર્મ ભરવા કહ્યું છે. આટલા લાંબા ફૉર્મને ભરતા ભરતા હું તો વધુ બીમાર પડી જઈશ. હું વધુ બીમાર તો નથી પણ ફૉર્મ ભરી રહી છું, પરંતુ તેમાં હવે એક ધર્મની પણ કૉલમ આપી છે.
મેડિકલ ફૉર્મમાં ધર્મ વિશે પૂછવામાં આવતા નીના ગુપ્તાએ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે આગળ કહ્યું હતું કે ‘અરે યાર આ આજે પણ થઈ રહ્યું છે, ઓહ માય ગોડ અબ કયા હોગા હમારા’ એવું કહી તેને હૉસ્પિટલના ફૉર્મમાં ધર્મનું શું કામ? એવો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો.
હૉસ્પિટલમાં જતી વખતે પણ નીના ગુપ્તાને દિલ્હીની ભારે ટ્રાફિકનો સામનો કરવો પડ્યો હતો. આ બાબતે પણ તેને સ્ટોરી પોસ્ટ કરીને લોકોને જાણ કરી હતી.
Taboola Feed