નેશનલ

પડોશી દેશ Pakistanની આ એક વસ્તુ દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે…

વાત જ્યારે ભારત અને પાકિસ્તાનની આવે તો ઈચ્છા ના હોવા છતાં પણ મનમાં એક કડવાશનો ભાવ આવી જ જાય. ભારત- પાકિસ્તાન વચ્ચેની કટ્ટર દુશ્મની છતાં પણ બંને દેશો વચ્ચે ક્રિકેટ અને વેપારના સંબંધો તો જળવાઈ રહેલાં છે. ભારત અને પાકિસ્તાનના વણસેલા સંબંધો છતાં આજે પણ ભરતના દરેકના ઘરમાં પાકિસ્તાનની એક વસ્તુ અચૂક જોવા મળે છે.
અમે અહીં તમને જે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ એ વસ્તુ વિના ભારતીયોને જરાય ચાલતું નથી અને આ વસ્તુનો ઉપયોગ કરતી વખતે ભારતીયો દુશ્મનીને એક સેકન્ડ માટે પણ યાદ નથી કરતાં. આઈ નો આઈ નો હવે તમને પણ હવે જાણવાની તાલાવેલી થઈ ગઈ ને કે આખરે એવી તે કઈ વસ્તુ છે કે જે દરેક ભારતીયના ઘરમાં જોવા મળે છે? ચાલો જાણીએ વસ્તુ વિશે…

ભારત-પાકિસ્તાનની દુશ્મની છતાં પણ બંને દેશો વચ્ચે વેપાર ચાલતો હોય છે. આ વેપાર હેઠળ પાકિસ્તાન ભારત પાસેથી અને ભારત પાકિસ્તાન પાસેથી અમુક વસ્તુઓ મંગાવે છે. આ આયાત અને નિકાસમાં એક વસ્તુ એવી છે કે ભારત પાકિસ્તાનથી આયાત કરે છે અને દરેક ભારતીય ઘરમાં આ વસ્તુ તમને અચૂક જોવા મળે છે. અમે અહીં જે વસ્તુની વાત કરીએ છીએ એ છે સિંધવ મીઠું.

આ પણ વાંચો: દુનિયાના શાંત દેશોમાં ભારત કેટલામાં નંબરે, પડોશી દેશ પાકિસ્તાન કરતાં આગળ કે પાછળ?

પાકિસ્તાનમાં મોટા પાયે સિંધવ મીઠાનું ઉત્પાદન કરવામાં આવે છે અને ભારતમાં આ મીઠાનું ઉત્પાદન ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. ભારતમાં સિંધવ મીઠાનો ઉપયોગ વ્રત વગેરેમાં કરવામાં આવે છે. આ સિંધવ મીઠાને રોક સોલ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. દેખાવમાં પથ્થર જેવું હોવાને કારણે તેને રોક સોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ભારત પાકિસ્તાન પર સિંધવ મીઠા પર આધાર રાખતું હતું. છેલ્લાં કેટલાક સમયથી ભારતે આ મીઠાનું ઉત્પાદન કરીને પડોશી દેશ પરની નિર્ભરતા અમુક અંશે ઘટાડી દીધી છે, પરંતુ તેમ છતાં હજી પણ ભારત પાકિસ્તાન પાસેથી સિંધવ મીઠું આયાત કરે છે.

એક રિપોર્ટમાં કરવામાં આવેલા દાવા અનુસાર 2020-21માં ભારતે 52,651 ટન સિંધવ મીઠું આયાત કર્યું હતું, જેમાંથી 7 ટકા મીઠું એકલા પાકિસ્તાનથી આવ્યું હતું. તમને પણ જાણીને નવાઈ લાગી ને? અત્યાર સુધી તમને પણ ખબર હતી કે ભારત સિંધવ મીઠું જેવી બેઈઝિક વસ્તુ માટે પાકિસ્તાન પર આધાર રાખે છે? આ માહિતી તમે પણ તમારા મિત્રો અને પરિવારના લોકો સાથે શેર કરીને તેમના જ્ઞાનમાં અભિવૃદ્ધિ ચોક્કસ કરજો હં ને?

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button