હૈદરાબાદમાં સાયકોલોજીસ્ટની આત્મહત્યા? માનસિક રોગના દરદીની સારવાર કરવા ગઈ અને…

વર્ષો પહેલા ખૂબ જ સુંદર ફિલ્મ આવી હતી ખામોશી. વહીદા રહેમાન, રાજેશ ખન્ના અને ધર્મેન્દ્રની ફિલ્મમાં એક માનસિક રોગના દરદીની સારવાર કરવા વહીદા રહેમાન નર્સ તરીકે તેની સાથે રહે છે અને દરદીના પ્રેમમાં પડી જાય છે. આ ફિલ્મનો અંત પણ દુઃખ આપનારો છે અન તેવો જ અંત હૈદરાબાદની રજિતાના જીવનનો થયો છે.
રજિતાએ 33 વર્ષની વયે બીજીવાર સ્યૂસાઈડ કરવાની કોશિશ કરી અને કમનસીબે તે મોતને ભેટી. પણ રજિતાનું સ્યૂસાઈડ કરવાનું કારણ ઘણું અલગ છે અને તેના કરતા પણ ગંભીર બાબત એ છે કે રજિતા પોતે મનોવૈજ્ઞાનિક છે અને બાળકોની સાયકોલોજિસ્ટ તરીકે કામ કરતી હતી અને તેણે જ એક નહીં બે વાર આ રીતે સ્યૂસાઈડ કરવાનો પ્રયત્ન કર્યો હતો.
વાત જાણે એમ છે કે રજિતા પોલીસ અધિકારીની દીકરી હતી અને તે સાયકોલોજી ભણતી હતી. તેની ઈન્ટર્નશિપ દરમિયાન તે માનસિક રોગની સારવાર લઈ રહેતા રોહિતના સંપર્કમાં આવી. રોહિતની સારવાર કરતા કરતા તે તેના પ્રેમમાં પડી ગઈ. રોહિત પોતે સોફ્ટવેયર એન્જિયર હતો અને માનસિક તણાવથી પીડાતો હતો. રજિતાએ પરિવારને મનાવ્યો અને રોહિત સાથે લગ્ન કરી લીધા. પણ રોહિત મનોરોગી ને બદલે એક નંબરનો કામચોર અને રંગીલો નીકળ્યો. તેને કામકાજ કરવું ન હતું અને પાર્ટીઓમાં જતો અને હરતો ફરતો રહેતો. રજિતા કમાતી અને રોહિત પૈસા ઉડાડતો હતો. રોહિતનો પરિવાર પણ રજિતાને પરેશાન કરતો હતો. આ બધાથી કંટાળી રજિતાએ ઊંઘની ગોળીઓ ખાઈ જીવન ટૂંકાવવાની કોશિશ કરી હતી, પરંતુ સદનસીબે તેને સમયસર હૉસ્પિટલમાં સારવાર મળતા તે બચી ગઈ. ત્યારબાદ તે પિતાના ઘરે રહેવા લાગી, પરંતુ તે હજુ તાણમાં જ જીવતી હતી અને એક દિવસ બાથરૂમની બારીનો કાચ તોડી તેમાંથી કૂદી જતા તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તે મૃત્યુ પામી. પરિવારે પોલીસ કેસ કરી રોહિત અને પરિવાર સામે કાર્યવાહીની માગણી કરી છે.
અહીં સવાલ એ પણ છે કે મનોવૈજ્ઞાનિક પણ હતાશા અને તાણનો શિકાર આટલી હદ સુધી બની શકે છે. જે મનોરોગી તરીકે મળ્યો હતો તે રોહિતનેકોઈ ખાસ રોગ હતો જ નહીં.
આપણ વાંચો: શું છે આ રૂદ્રાસ્ત્ર? જેનું નામ હવે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નોંધાશે, વાંચો આ અહેવાલ