અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે? | મુંબઈ સમાચાર

અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે?

ચેન્નઈઃ રવિચન્દ્રન અશ્વિન હાલમાં ચેન્નઈ સુપર કિંગ્સ (csk) ટીમમાં છે, પરંતુ તે પોતાની યુટ્યૂબ (YouTube) ચૅનલ પર સીએસકે વિશે કે એમએસ ધોની વિશે (તાજેતરમાં એક વિવાદ ચગ્યો એને પગલે) કંઈ પણ બોલી શકે એમ નથી.

તાજેતરમાં અશ્વિન (R. Ashwin)ની પોતાની યુટ્યૂબ ચૅનલ પર એક જીવંત પ્રસારણ દરમ્યાન એક પૅનલિસ્ટે ધોનીનો મુદ્દો છેડ્યો ત્યારે અશ્વિને તેને તરત બોલતો અટકાવ્યો હતો.

અશ્વિને તાજેતરમાં પોતાની ચેનલ પર વર્તમાન આઇપીએલની કેટલીક મૅચો વિશે વિશ્લેષણ કર્યું હતું. જોકે તેણે સીએસકે વિશે કંઈ પણ બોલવાનું ટાળ્યું હતું.

વાત એવી છે કે થોડા સમય પહેલાં સાઉથ આફ્રિકાના આરસીબીને લગતા વિશ્લેષક પ્રસન્ના એગોરમે અશ્વિનની ચેનલ પર એવું કહ્યું હતું કે સીએસકેની ટીમમાં આર. અશ્વિન અને રવીન્દ્ર જાડેજા જેવા કાબેલ સ્પિનરો હોવા છતાં શા માટે સીએસકેએ અફઘાનિસ્તાનના નૂર અહમદને પોતાની સ્ક્વોડમાં સમાવ્યો છે?’

આ પણ વાંચો: LSG VS CSK: ચેન્નઈએ ટોસ જીતીને બોલિંગનો લીધો નિર્ણય, ચેન્નઈની ટીમમાં અશ્વિન બહાર

આ મુદ્દો વિવાદનું મૂળ કારણ છે.

ગયા અઠવાડિયે વીડિયો પરની ચર્ચામાં એક તબક્કે પૅનલિસ્ટે અશ્વિન સાથે લિડરશીપ (કેપ્ટન્સી) વિશે વાતચીત કરી હતી જેમાં પૅનલિસ્ટે તામિલનાડુ પ્રીમિયર લીગમાંની અશ્વિનની કેપ્ટન્સીને બિરદાવી હતી અને યાદ અપાવી હતી કે તમારી કેપ્ટન્સીમાં જ તમારી ટીમ તામિલનાડુ લીગનું ટાઈટલ જીતી ચૂકી છે.

જોકે પૅનલિસ્ટે આ ચર્ચા દરમ્યાન જેવું ધોનીનું નામ લીધું કે તરત જ અશ્વિને પોતાના હોઠ પર આંગળી રાખીને તેને ચૂપ રહી જવા વિનંતી કરી હતી.

ત્યાર બાદ પૅનલિસ્ટે વીડિયોમાં તરત જ સ્પષ્ટતા કરાઈ હતી કે અશ્વિન પોતાની ચેનલ પર સીએસકે વિશે કે ધોની વિશે કંઈ પણ બોલી શકે એમ નથી.

પૅનલિસ્ટે અશ્વિનને કહ્યું હતું કે ‘તમારી વાત સાચી છે, પરંતુ હું તો સીએસકે વિશે કે ધોની વિશે બોલી શકું કારણ કે હું ઓડિયન્સ મેમ્બર છું.’

અશ્વિને ત્યાર બાદ પૅનલિસ્ટને કહ્યું હતું કે ‘હું ક્યારેય મારી ટીમ વિશે બોલતો નથી. હું રાજસ્થાન રોલ્સની ટીમમાં હતો ત્યારે પણ એ ટીમ વિશે કંઈ બોલ્યો નહોતો.’

એવું કહીને અશ્વિને સંકેત આપ્યો હતો કે ‘મેં સીએસકે વિશે કંઈ પણ બોલવાનું બંધ કર્યું છે એ કંઈ પ્રથમ ઘટના નથી.’


Back to top button