અહિંસા અને દયાના પૂજારી મહાત્મા ગાંધીએ કેમ 60 શ્વાન મારવાની પરવાનગી આપી હતી?
નેશનલ

અહિંસા અને દયાના પૂજારી મહાત્મા ગાંધીએ કેમ 60 શ્વાન મારવાની પરવાનગી આપી હતી?

હાલમાં દેશના બે મુખ્ય શહેર તેવા દિલ્હી અને મુંબઈ પશુ અને પક્ષીઓના વિષયો મામલે વધારે ચર્ચામાં છે. આર્થિક રાજધાની મુંબઈમાં કબૂતરોના ચણનો મામલો ગરમી પકડી રહ્યો છે જ્યારે દેશની રાજધાનીમાં રખડતા શ્વાનની સમસ્યા છે અને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે તમામ શ્વાનને પકડી શેલ્ટર હોમમાં મૂકવામાં આવે.

હવે આ આદેશ મામલે જંગ છેડાઈ રહી છે. એક તરફ સૌથી વફાદાર પ્રાણી પ્રત્યેનો પ્રેમ અને બીજી બાજુ વૃદ્ધો-બાળકો સહિત માણસોની સુરક્ષાનો બહુ મોટો સવાલ. આ બન્ને વચ્ચે શું કરવું તે નક્કી નથી થતું ત્યારે ગાંધીજીનો એક કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે.

આ કિસ્સા વિશે ગાંધીએ યંગ ઈન્ડિયા પત્રિકામાં ઉલ્લેખ કર્યો હોવાનું અને અગાઉ સુપ્રીમ કોર્ટે પણ ગાંધીજીનો સંદર્ભ લીધો હોવાનું જણાવ્યું છે.

ગાંધીજીએ પરવાનગી આપી હતી 60 શ્વાન મારવાની

આ વાત 1926ના અરસાની છે. અંબાલાલ સારાભાઈ ગાંધીજી પાસે આવ્યા અને તેમની મિલમાં 60 જેટલા શ્વાન આક્રમક બની ગયા છે અને લોકોને પરેશાન કરી રહ્યા છે, જીવન જોખમ છે તો શું કરવું તેવો સવાલ કર્યો.

ગાંધીએ તેમને પૂછ્યું કે આ સિવાય બીજો કોઈ ઉકેલ છે, જ્યારે જવાબ ના મળ્યો ત્યારે તેમણે શ્વાનને મારી નાખવાની પરવાનગી આપી હોવાનું અહેવાલો કહે છે.

ત્યારબાદ આ વિશે ગાંધીજીએ યંગ ઈન્ડિયામાં લખ્યું છે જે આ પ્રમાણે છે.
ગાંધીજીએ કહ્યું છે કે રખડતા શ્વાન સભ્ય અને દયાવાન સમાજની નિસાની નથી. શ્વાન અને ઘોડા આપણા વફાદાર સાથી છે અને તેમની વફાદારીના ઘણા ઉદાહરણો છે.

તેનો મતબલ એ કે આપણે સાથીની જેમ તેમની રખેવાળી કરવી જોઈએ, તેને રસ્તા પર ભટકવા દેવા જોઈએ નહીં. તેમણે શ્વાનને આમ રખડતા છોડી દેવાની આદતને શરમજનક ગણાવી.

તેમણે શ્વાનને ત્યારે જ મારવાની પરવાનગી આપી છે જ્યારે તેઓ માનજીવન માટે આફત બની જાય. DUTY IN DISTRESS.
જ્યારે રાજ્યમાં રખડતા શ્વાનોનું તંત્ર ધ્યાન ન રાખે, કોઈ વ્યક્તિ પણ તેની દેખભાળ કરવા તૈયાર ન હોય, અને જો તેઓ સમાજ માટે જોખમી બની ગયા હોય તો તેમને લાંબી મોતથી છૂટકારો આપ ત્યારે મારી નાખવા જોઈએ.

તેમણે કહ્યું કે આવા ભટકતા શ્વાનોની ખરાબ હાલત અહિંસાના ખોટા અર્થઘટનનું પરિણામ છે. ગાંધીજી સામે મિલમાલિકના 60 રખડતા-કરડતા શ્વાનની સમસ્યા હતી, તે મામલે તેમણે આમ કહ્યું હતું. જો તેઓ આ શ્વાનોને મારે છે તો પાપ કરે છે, પણ નહીં મારે તો ગંભીર પાપ કરે છે, જેથી ઓછું પાપ કરી પોતાની જાતને ગંભીર પાપથી બચાવવા જરૂરી છે. એક પાગલ શ્વાનને મારવાનું નહીવત્ હિંસા સમાન છે.

20215માં અમુક ગૌવંશને મારવાની અરજીની સુનાવણી સમયે વરિષ્ઠ વકીલ દુષ્યંત દવેએ ગાંધીજીની આ વાત અને યંગ ઈન્ડિયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેમ અહેવાલ કહે છે.

આ પણ વાંચો…દિલ્લીમાં 3 લાખ રખડતાં કૂતરાંને રાખવા સરકારે કરવો પડે 15 હજાર કરોડનો ખર્ચ, ભાજપનાં નેતાએ સુપ્રીમના આદેશની કાઢી ઝાટકણી

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button