નેશનલ

કેમ ગડકરીને દેશની રાજધાનીમાં લાંબો સમય રહેવું નથી ગમતું? દિલ્હી સીએમએ પણ જાણવા જેવું

નવી દિલ્હી: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ દિલ્હીના વધતા જતા પ્રદૂષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું કે દિલ્હીના પ્રદૂષણની સમસ્યા એટલી વધી રહી છે કે, તેઓ આવતા પહેલા જ પરત ફરવાની ટિકિટ બુક કરવી લે છે. તેમણે નાગરિકોને પ્રદૂષણ ઘટાડવાની સામૂહિક જવાબદારી નિભાવવા અપીલ કરી.

સૂત્રો જાણકારી પ્રમાણે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દિલ્હીના ગૌતમ બુદ્ધ નગરમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું કે, દિલ્હીનું પ્રદૂષણ લોકોની આયુષ્ય ઘટાડી રહ્યું છે. તેમણે કહ્યું, “હું દિલ્હીમાં જ્યારે પણ 2-3 દિવસ માટે આવું છું, ત્યારે એક જ વિચાર કરું છું કે પાછો ક્યારે ફરીશ. હું જ્યારે દિલ્હી આવું છુ ત્યારે મારી રીટર્ન ટિકિટ હંમેશા બુક કરવી રાખું છે. આ મુદ્દાને ગંભીરતાથી લેવાની જરૂર છે.” તેમણે વૈકલ્પિક ઈંધણ જેવા કે ઈથનોલ અને વ્યાપક વૃક્ષારોપણ દ્વારા પ્રદૂષણ ઘટાડવાની હિમાયત કરી.

ગડકરીએ ભારપૂર્વક જણાવ્યું કે સરકાર પ્રદૂષણ ઘટાડવા માટે નક્કર પગલા લઈ રહી છે. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ (NHAI) દ્વારા 2024-25માં 60 લાખના લક્ષ્યાંક સામે 67 લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું. આ ઉપરાંત, NHAI વાંસના બગીચા, ગાઢ વૃક્ષારોપણ અને લીલા ગલિયારાઓ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. આ પગલાથી પર્યાવરણ સુરક્ષા અને હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.

આપણ વાંચો:  ચીન-પાકિસ્તાન-બાંગ્લાદેશનું ગઠબંધન ભારતની ચિંતા વધારશે! ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે આપી ચેતવણી

વધુમાં, ગડકરીએ જણાવ્યું કે રાજમાર્ગ બાંધકામમાં લગભગ 80 લાખ ટન કચરાનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેનાથી કચરાનો નિકાલ અને પર્યાવરણ સંરક્ષણ બંને શક્ય બન્યા છે. રાજમાર્ગો પર વરસાદી પાણીનો સંગ્રહ કરવા જેવા પગલાથી જળ સંરક્ષણને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પ્રયાસો દિલ્હીના પ્રદૂષણને ઘટાડવા અને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપવા માટે મહત્વના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button