નેશનલ

ચાલુ સુનાવણીમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ સામે વકીલે કેમ મૂકી વ્હીસ્કીની બોટલો?

નવી દિલ્હી: ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે (DY Chandrachud) સુપ્રીમ કોર્ટમાં અનેક મહત્વના નિર્ણય આપ્યા છે. ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અદાલતમાં બનેલી ઘટના ચર્ચાનો વિષય બન્યો છે. શુક્રવારે ડીવાય ચંદ્રચૂડની અદાલત સામે બે દારૂ કંપની વચ્ચે ટ્રેડમાર્કના ઉલંઘનના કેસની સુનાવણી ચાલી રહી હતી. આ સુનાવણી દરમિયાન વકીલે જે કર્યું એ જોઈને CJI ચંદ્રચૂડ પણ ચોંકી ગયા હતા.

બે દારૂ કંપનીની સુનાવણી દરમિયાન જ્યેષ્ઠ વકીલે ડીવાય ચંદ્રચૂડ સામે બે વ્હીસ્કીની બોટલો મૂકી હતી. આ સુનાવણી દરમિયાન ચંદ્રચૂડ સાથે બીજા ત્રણ ન્યાયાધીશો પણ હતા. ઈન્દોર ખાતે આવેલી જાણીતી દારૂ બનાવવાળી કંપનીને ટ્રેડમાર્ક વાળું પીણું બનાવવાથી રોકવા માટેની એક કંપનીની અરજીને મધ્ય પ્રદેશના હાઈ કોર્ટ
દ્વારા ફગાવવામાં આવી હતી.

આ બંને દારૂ કંપનીની સુનાવણી દરમિયાન પુરાવા તરીકે વ્હીસ્કીની બે બોટલો ચંદ્રચૂડ સમક્ષ મૂકવામાં આવી હતી. આ બોટલો ચંદ્રચૂડ સામે મૂકાતા તેઓ મોટેથી હસી પડ્યા હતા અને કહ્યું કે તમે બોટલો લઈ આવ્યા છો? ચંદ્રચૂડનો આ સવાલ સાંભળી વકીલે બે બોટલોને ત્યાંથી લઈ જાઉં કે એવો પ્રશ્ન કર્યો હતો. ત્યારબાદ ચંદ્રચૂડે હસતાં હસતાં તેમને કહ્યું કે કૃપા કરીને લઈ જાઓ.


ત્યારબાદ વકીલે કહ્યું હતું કે બંને કંપનીઓ વચ્ચે મને સમાનતા બતાવવી હતી જેથી મે આ બોટલો સામે રાખી હતી. આ મામલે ટ્રેડ માર્કનું ઉલંઘન કઈ રીતે થયું એ પણ તેમણે અદાલતને જણાવ્યું હતું. આ મામલે હવે હાઈ કોર્ટે નોટિસ જાહેર કરી મધ્ય પ્રદેશના હાઈ કોર્ટના આદેશને સ્થગીતિ આપવામાં આવી હતી. આ મામલે હવે સુનાવણી બે અઠવાડીયા બાદ સુનાવણી કરવામાં આવશે.ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ હેઠળની અદાલતમાં દારૂના કેસમાં બોટલ રજૂ કરવાની વાત અને તેના પર ચીફ જસ્ટિસ ચંદ્રચૂડના રિએક્શને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button