PM Modiએ કેમ પવન કલ્યાણનું ભાષણ અધવચ્ચે જ અટકાવ્યું અને પોતે માઈક પાસે પહોંચી ગયા?
Prime Minister Narendra Modi પલનાડુ ખાતે રેલી કરી રહ્યા હતા અને આ રેલી દરમિયાન જ એક એવી વિચિત્ર ઘટના બની હતી કે જેની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ રહી છે અને એનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં PM Modiએ અધવચ્ચે જ ભાષણ રોકાવી દીધું હતું. આવો જોઈએ શું છે આખો મામલો અને કે પીએમ મોદીએ અધવચ્ચે કેમ ભાષણ રોકાવી દીધુંહતું?
એમાં થયું એવું હતું કે પીએમ મોદીની રેલીમાં તેમને સાંભળવા અને જોવા પહોંચેલા કેટલાક અતિ ઉત્સાહી લોકો વીજળીના થાંભલા પર ચઢી ગયા હતા. આ જોઈને પીએમ મોદીએ પનન કલ્યાણનું ભાષણ અધવચ્ચે જ રોકીને પોતે માઈક પાસે પહોંચી ગયા હતા. તેમણે ઈલેક્ટ્રિક ટાવર પર ચઢેલા લોકોને નીચે ઉતરવા માટે અપીલ કરી હતી. પીએમ મોદીએ એવું પણ કહ્યું હતું કે આ રીતે વીજળીના થાંભલા પર ચઢી જવું તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે અને વીજળીનો કરન્ટ લાગી શકે છે.
પીએમ મોદીની આ અપીલ સાંભળીને લોકો વીજળીના થાંભલા પરથી નીચે ઉતરી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે પલનાડુ ખાતે એનડીએમાં સામેલ જનસેલા પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં રેલીને સંબોધન કરી રહ્યા હતા.
રેલીના મેદાન પર વચ્ચોવચ્ચ પ્રકાશ માટે એક સોડિયમ લાઈટનું ટાવર લગાવવામાં આવ્યું હતું. જ્યારે પવન કલ્યાણ ભાષણ આપી રહ્યા હતા ત્યારે અમુક લોકો આ વીજળીના ટાવર પર ચઢી ગયા હતા. આ જોઈને પીએમ મોદી તરત માઈક પાસે પહોંચી ગયા અને તેમણે પવન કલ્યાણનું ભાષણ વચ્ચે રોકીને ટાવર પર ચઢેલા લોકોને અટકાવતા કહ્યું હતું કે પોલીસ કર્મચારીઓ તરત જ આ લોકોને નીચે ઉતારો. ત્યાં વીજળીના તાર છે અને આ લોકો શું કરી રહ્યા છે? તમારું જીવન ખૂબ જ કિંમતી છે.
પ્લીઝ નીચે આવો. મીડિયાએ વાળાએ તમારી ફોટો લઈ લીધા છે હવે નીચે આવી જાવ. ટાવર પર વીજળીના તાર છે અને કંઈક ખોટું થઈ ગયું હતું તો અમને ખૂબ જ દુઃખ થશે, એવું તેમણે વધુમાં જણાવ્યુ હતું.
સોશિયલ મીડિયા પર પીએમ મોદીજીનો આ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેના પર જાત જાતની ટિપ્પણીઓ આપી રહ્યા છે.