
ચેન્નાઈ: તમિલનાડુના કરુર જિલ્લામાં એક્ટર વિજયની રેલીમાં શનિવારે મચેલી ભાગદોડમાં 39 લોકોના મૃત્યુ થયાના અહેવાલ છે. જો કે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના પર તમામ રાજનીતિક પક્ષોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે જે સમયે ભાગદોડ મચી તે સમય દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો મોટી સંખ્યામાં હાજર હતા. જો કે આ ભાગદોડ કઇ રીતે મચી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે વિજયની રેલીમાં તેના સંબોધન શરૂ થયા સુધીમાં બધુ બરાબર હતું. આ દરમિયાન 27 હજાર લોકો હાજર હતા, પોલીસે અનુમાન લગાવ્યું હતું કે 10 હજાર લોકો જોડાયા હતા. પોલીસે રેલીમાં ઘણી તૈયારીઓ કરી હતી. જો કે પોલીસને ભીડ આશંકા હતી કે ભીડ હજુ પણ વધી શકે છે. પરંતુ વિજયના સંબોધનની વચ્ચે જ ભીડ એકતરફ ભગવા લાગી હતી. કોઈને પણ નહોતું સમજાયું કે આ થઈ શું રહ્યું છે? જો કે વિજયે નેતા બાલાજીને 10 રૂપિયાના નેતા ગણાવતું ગીત ગાયું હતું ત્યારબાદ ભીડ માં જોશ આવ્યો હતો અને ભાગદોડ મચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મામલાની તપાસમાં જોડાયેલી પોલીસ ટીમનાં સૂત્રો અનુસાર, રેલી દરમિયાન ભીડ પોતાના નેતાનું ભાષણ આરામથી સાંભળી રહી હતી. આ દરમિયાન કોઈકે એક બાળકી ગુમ થઈ હોવાની વાત કહી હતી અને ત્યાં હાજર લોકો બાળકીને શોધવા માટે આગળ-પાછળ થવા લાગ્યા. ત્યારબાદ ભીડનો એક મોટો હિસ્સો એક જ દિશામાં ચાલવા લાગ્યો હતો. અચાનક આટલી મોટી સંખ્યામાં લોકો એક દિશામાં ચાલવાને કારણે સ્થિતિ નિયંત્રણ બહાર ગઈ અને નાસભાગ મચવાની શરૂઆત થઈ હતી. જે સમયે નાસભાગ થઈ, તે દરમિયાન પોલીસ પણ સ્થળ પર હાજર હતી, પરંતુ ભીડ બેકાબૂ બન્યા પછી તેઓ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી શક્યા નહીં.
આ ઘટના અંગે તમિલનાડુ પોલીસના ADGP લૉ એન્ડ ઓર્ડર, એસ. ડેવિડસનએ જણાવ્યું હતું કે, “અમે પહેલા મામલાની પ્રારંભિક તપાસ પૂરી કરવાના પ્રયાસોમાં લાગેલા છીએ. એકવાર તપાસ પૂરી થયા પછી જ એ જણાવી શકાશે કે આખરે આ નાસભાગ કયા કારણે થઈ.” વિજયની રેલીમાંથી જે તસવીરો સામે આવી હતી તે સ્પષ્ટપણે બતાવે છે કે ત્યાં કેટલી હદે ભીડ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિજયની રેલીમાં ભીડ એટલી બધી વધી ગઈ હતી કે લોકો માટે શ્વાસ લેવો મુશ્કેલ થઈ ગયો હતો. અચાનક ત્યાં હાજર લોકો અને કાર્યકરો બેહોશ થવા લાગ્યા. ત્યારબાદ વિજયે પોતાનું ભાષણ રોકી દીધું અને લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરવા લાગ્યા. આ જ દરમિયાન નાસભાગ જેવી સ્થિતિ થઈ ગઈ. ત્યાર પછી લોકોને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા. આનો વિડિયો પણ સામે આવ્યો છે.
વળી સૂત્રોએ જણાવ્યું હતું કે રોડ શો પર પ્રતિબંધ હોવા છતાં આ રોડ શોનું આયોજન કરવાંમાં આવ્યું હતું. આથી સ્થાનિક તંત્રની સામે પણ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે. જો રોડ શોની મંજૂરી જ નહોતી આપવામાં આવી તો રોડ શો કઇ રીતે કાઢવામાં આવ્યો? તંત્રની મંજૂરી વગરના રોડ શોમાં પોલીસ બંદોબસ્ત કઇ રીતે ગોઠવવામાં આવ્યો હતો? જો કે આ તમામ પ્રશ્નોના જવાબ આગળની તપાસમાં જ સામે આવશે.
આ પણ વાંચો…તમિલનાડુના કરૂર જિલ્લામાં અભિનેતા વિજયની રેલીમાં નાસભાગ, 31 લોકોના મોતની આશંકા