Congress MP Rahul Gandhiનો આ ફોટો શા માટે થયો છે વાયરલ?
નવી દિલ્હીઃ ચૂંટણી સમયે કંઈપણ થઈ શકે છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો યુગ ન હોત ત્યારે માત્ર નેતાઓના ભાષણ વિવાદો જગાવતા. કોઈ નેતા વિશે વિરોધપક્ષે કરેલી ટિપ્પણી બીજા દિવસે અખબારોમાં છપાય અથવા ટીવી ચેનલો આવ્યા બાદ લોકો ભાષણો લાઈવ જોતા અને નેતાઓના નિવેદનો સાંભળતા. હવે સોશિયલ મીડિયાને લીધે કોઈપણ વિષય કે વાત આગની જેમ ફેલાઈ જાય છે. તાજેતરમાં જ એક ફોટો વાયરલ થયો છે. આ ફોટો સંસદ ભવનમાં યોજાયેલા એક અનૌપચારિક ઘટનાનો છે. નેટીઝન્સના તેના પર પણ રિએક્ટ કરી રહ્યા છે. આ ફોટામાં ઉપરાષ્ટ્રપતિ સહિતના મહાનુભાવો અને કૉંગ્રેસના નેતા સોનિયા ગાંધી છે અને સાથે કૉંગ્રેસના વાયનાડના સાંસદ રાહુલ ગાંધી પણ છે. ફોટામાં રાહુલ કેઝ્યુલ વેરમાં દેખાય છે. રાહુલે ટી શર્ટ અને પેન્ટ પહેર્યા છે અને તે બહુ કેઝ્યુઅલી ફોટો આપતો દેખાઈ રહ્યો છે.
બસ નેટિઝન્સ માટે આટલું કાફી છે. એક વર્ગ તેની ટીકા કરી રહ્યો છે. તેમના કહેવા અનુસાર આ રાહુલ અપમાન કરી રહ્યો છે. આટલા મોટા પદ ધરાવતા લોકો વચ્ચે આ રીતે ફોટો પડાવવો તેની અપરિપક્વતા છે.
આ ફોટમાં Vice President Jagdeep Dhankhar, Deputy Chairman of the Rajya Sabha Harivansh Narayan Singh, and Leader of the House in Rajya Sabha Piyush Goyal, Sonia Gandhi, Priyanka Vadhera, Robert Vadhera પણ છે, પરંતુ લોકોનું ધ્યાન રાહુલના કપડા પર અને તેના પોઝ પર ગયું છે.
રાહુલનો બચાવ કરનારા નેટિઝન પણ છે. તેમણે આક્ષેપ કર્યો છે કે ઈરાદાપૂર્વક આ પ્રકારનો ફોટો વારયલ કરવામાં આવ્યો છે. જેથી રાહુલ ગાંધીની ટીકા થાય. તેમણે આવા અન્ય રાજકારણીઓના પણ ફોટા જોવા મળ્યા છે, તેવી દલીલો પણ કરી છે.