જાણો .. દિલ્હી વિધાનસભા ચૂંટણી પૂર્વે AAPએ ચૂંટણી ચિન્હ ઝાડુનો રંગ કેમ બદલ્યો

નવી દિલ્હી: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. જેમાં આમ આદમી પાર્ટી(AAP) અત્યારથી જ એડીચોટીનું જોર લગાવી રહી છે. આપે અત્યારથી જ જાહેર યાત્રાઓ કાઢવાનું શરૂ કરી દીધું છે. આપ કન્વીનર અરવિંદ કેજરીવાલ પોતે સતત જનસંપર્ક વધારી રહ્યા છે. પરંતુ આ દરમિયાન આમ આદમી પાર્ટીના સિમ્બોલ ઝાડુનો રંગ બદલાઈ ગયો છે. આ અગાઉ આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિન્હ પર ઝાડુનો રંગ સફેદ હતો.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના મુખ્યાલયનું સરનામું બદલાયું, કોર્ટના આદેશ મુજબ કેન્દ્રએ ઓફીસ ફાળવી
આ ફેરફાર ઘણા દિવસો પહેલા પણ જોવા મળ્યો
આમ આદમી પાર્ટીએ તે ઝાડુનો રંગ સફેદથી બદલીને કાળો કરી દીધો છે. તેની પાછળનો તર્ક એ છે કે ખરાબ નજરથી બચાવવા માટે ઝાડુનો રંગ બદલવામાં આવ્યો છે. અત્યાર સુધી પાર્ટી દ્વારા આ અંગે કોઈ ઔપચારિક માહિતી આપવામાં આવી નથી, પરંતુ આ ફેરફાર ઘણા દિવસો પહેલા પણ જોવા મળ્યો હતો. જ્યાં સુધી આમ આદમી પાર્ટીનું કાર્યાલય 206, રાઉઝ એવન્યુ, પંડિત દીન દયાલ ઉપાધ્યાય માર્ગ પર હતું ત્યાં સુધી તેની ઝાડુનો રંગ સફેદ હતો.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીમાં બળવો! આ નેતાએ પાર્ટી અને પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું
અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ચહેરો
જ્યારે આપે તેની ઓફિસ બદલીને બંગલા નંબર 1, (કેનિંગ લેન) પંડિત રવિશંકર શુક્લા લેન કરી, ત્યારે ઝાડુનો રંગ પણ સફેદથી કાળો થઈ ગયો. હવે પક્ષના નેતાઓ સ્વીકારે છે કે ઝાડુનો રંગ બદલાયો છે પણ વલણ બદલાયું નથી. તેમજ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટી માટે સૌથી મોટો ચહેરો બની રહેવાના છે.