ટોપ ન્યૂઝનેશનલ

Bihar Floor Test Result:’ખેલા’ કરવા ગયેલા RJD ની જ બગડી ગઈ ‘ગેમ’, નીતીશ કુમારનો ‘વિશ્વાસ’ અકબંધ!

પટણા: Bihar Floor Test Result: જે રીતે તેજસ્વી યાદવ સદનમાં આક્રમક દેખાતા હતા તે રીતે પરિણામ તેના પક્ષ આવ્યું નહીં. આ બધાની વચ્ચે ફરીવાર તેજસ્વી યાદવને લપડાક મારીને નીતીશ બાબુ બાજી મારી ગયા છે. બિહારમાં નીતિશ કુમારની સરકારે વિશ્વાસ મત જીતી લીધો છે. નીતિશ સરકારના સમર્થનમાં 129 વોટ પડ્યા. જ્યારે વિપક્ષે વોટિંગ પહેલા જ વોકઆઉટ કરી દીધું હતું.

પરંતુ, વિપક્ષે પણ નીતિશ કુમારની સરકારને પછાડવા માટે જોરદાર ‘ખેલા’ ખેલ્યા હતા. જો કે NDAએ તેજસ્વીના સપના પર પાણી ફેરવી દીધું હતું. સ્પીકર અવધ બિહારી ચૌધરીને અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા હટાવીને આ ખેલ પાડવામાં આવ્યો હતો. જો આખા ગેમ પ્લાનની વાત કરવામાં આવે તો RJD એ NDAના 8 MLAને સાથે લઈને નીતીશને પાડી દેવાની આખી ગેમ ગોઠવી હતી. જેમાં JDUના 5 અને NDAના 3 MLA હતા. પરંતુ આ વાત NDAના કાને અગાઉ જ પડી ગઈ હતી અને તેને સરકાર બચવા માટે ઓપરેશન શરૂ કરી દીધું હતું.

આ ગેમ પ્લાનમાં એ કોણ કોણ હતા જે ‘ફૂટી’ ગયા હતા અને RJD સાથે મળી ગયા હતા તો તેમાં JDU ના 5 અને NDA ના 3 MLA સામેલ હતા. જો આ નેતાઓના નામ પર નજર કરવામાં આવે તો જેડીયુના પાંચ ધારાસભ્યોમાં બીમા ભારતી, મનોજ યાદવ, સુદર્શન, ડૉ. સંજીવ અને દિલીપ રાયનો સમાવેશ થાય છે. જ્યારે ભાજપના ધારાસભ્યોમાં રશ્મિ વર્મા, ભાગીરથી દેવી અને મિશ્રીલાલ યાદવનો સમાવેશ થાય છે.

પરંતુ રવિવારે રાત્રે એનડીએને ખબર પડી ગઈ હતી કે તેઓ તેમની સાથે ગેમ થવાની છે. જેના કારણે NDAએ સરકારને બચાવવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. જેડીયુના ધારાસભ્યો ડૉક્ટર સંજીવ, સુદર્શન અને મનોજ યાદવને સવાર સુધી ટ્રેસ કરવામાં આવ્યા હતા.

જો RJD ના ‘ખેલા’ની વાત કરવામાં આવે તો તેનો એવો પ્લાન હતો કે, સૌપ્રથમ સત્તાધારી પક્ષના ધારાસભ્યોને ગૃહમાંથી ગેરહાજર રાખીને તેના સ્પીકર અવધ બિહારી ચૌધરીની ખુરશી બચાવવાની હતી. આ પછી, ગૃહમાં સ્પીકરની સામે અવિશ્વાસની દરખાસ્ત હાર્યા પછી, શાસક પક્ષના ધારાસભ્યોને સ્પીકરથી અલગ જૂથ તરીકે માન્યતા અપાવે. આ પછી, NDAએ સરકારને ફ્લોર ટેસ્ટમાં હાર આપે.

જ્યારે વિધાનસભા અધ્યક્ષ અવધ બિહારી ચૌધરી વિરુદ્ધ ગૃહમાં અવિશ્વાસની દરખાસ્ત આવી ત્યારે શાસક પક્ષ પાસે પાંચ ધારાસભ્યો હતા. આના પર NDAએ RJDના ત્રણ ધારાસભ્યોને પોતાની બાજુમાં લીધા અને વોટિંગમાં અવધ બિહારી ચૌધરી 112 સામે 125 વોટથી હારી ગયા.

આવી સ્થિતિમાં સ્પીકરની ખુરશી જતા જ આરજેડીનો ખેલ બગડી ગયો. ખેલ બગડતાની સાથે જ શાસક પક્ષના 5માંથી 4 ધારાસભ્યો જેઓ ગૃહમાંથી ગેરહાજર હતા તેઓ વિધાનસભા પહોંચ્યા હતા. તેમાંથી ભાજપના ત્રણ ધારાસભ્યો રશ્મિ વર્મા, ભાગીરથી દેવી અને મિશ્રીલાલ યાદવ અને જેડીયુના બીમા ભારતી પણ ગૃહમાં પહોંચ્યા હતા. જેડીયુના ધારાસભ્ય દિલીપ રાય જ ગૃહમાંથી ગેરહાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે નીતિશ કુમારે વિધાનસભામાં રજૂ કરેલા વિશ્વાસ મત જીતી લીધા છે. ફ્લોર ટેસ્ટમાં NDAની તરફેણમાં કુલ 129 વોટ પડ્યા હતા. આરજેડીના ત્રણ ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું જ્યારે વિપક્ષ મતદાન પહેલા ગૃહમાંથી વોકઆઉટ કરી ગયા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા