ટોપ ન્યૂઝનેશનલ

Modi 3.0 સરકારમાં કોને મળશે કયું મંત્રાલય ? આજે NDA ની બેઠકમાં થશે મહત્વપૂર્ણ નિર્ણય

નવી દિલ્હી : દેશમાં ફરી એક વાર એનડીએની(NDA)સરકાર બનવા જઇ રહી છે. જેમાં નરેન્દ્ર મોદી(Narendra Modi)9 જૂન રવિવારે ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેશે. પીએમ મોદી(PM Modi)શપથ ગ્રહણ કરે તે પૂર્વે આજે એનડીએ(NDA)ના નવા ચૂંટાયેલા સાંસદમાંથી કેબિનેટ મંત્રીઓની યાદીને અંતિમ રૂપ આપવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમાં કયા મંત્રીઓ શપથ લેશે તે નક્કી કરવામાં આવશે.

રવિવારે સાંજે 7.15 કલાકે રાષ્ટ્રપતિ ભવન ખાતે પીએમ મોદી અને તેમના નવા કેબિનેટ સભ્યોના શપથ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દેશમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા જવાહરલાલ નેહરુ બાદ સતત ત્રીજી વખત પીએમ તરીકે શપથ લેનારા નરેન્દ્ર મોદી દેશના બીજા વડાપ્રધાન હશે.

એનડીએની આજની બેઠક મહત્વની છે

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 240 બેઠકો જીતી હતી. પરંતુ બહુમતી માટે 32 બેઠકો ઓછી પડી હતી. હવે ચૂંટણીમાં બહુમતીથી દૂર ભાજપ ચાર સહયોગીઓના સમર્થન સાથે NDAગઠબંધનની સરકાર બનાવવા જઈ રહી છે. તે ચાર મુખ્ય પક્ષો એન ચંદ્રબાબુ નાયડુની ટીડીપી છે. જેમની પાસે 16 બેઠકો છે. નીતિશ કુમારની જેડીયુ જેમની પાસે 12 બેઠકો છે. એકનાથ શિંદેની શિવસેના જેમની પાસે 7 બેઠકો છે અને ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી જેમની પાસે 5 બેઠકો છે. શનિવારની એનડીએની બેઠકમાં નક્કી કરવામાં આવશે કે કયા સહયોગીને કેટલી કેબિનેટ બેઠકો મળી શકે છે.

Read More: રાષ્ટ્રપતિને મળ્યું NDAનું પ્રતિનિધિમંડળ, સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો

નીતિશ અને નાયડુ કિંગમેકર બની ગયા

ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુ અને જેડીયુના નીતિશ કુમાર બંને ભાજપની આગેવાની હેઠળના એનડીએ માટે કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે અને બંને નેતાઓએ ગઠબંધનના વડા પ્રધાન પદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની ઓફરને જાહેરમાં સ્વીકારી છે. તેમણે પીએમ મોદીને લેખિત સમર્થન પણ આપ્યું છે.

ભાજપ સાથે શું ડીલ થઈ ?

હવે જોવાનું એ રહે છે કે ભાજપ અને તેના બે મુખ્ય સાથી પક્ષો – ટીડીપી અને જેડી (યુ) વચ્ચે કેબિનેટ મંત્રી પદ માટે શું વાતચીત અને શું ડીલ થાય છે. ચાર સમર્થક રાજકીય પક્ષો કેન્દ્રમાં મુખ્ય હોદ્દા માટે સતત પ્રયાસો કરી રહ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેના અને ચિરાગ પાસવાનની એલજેપી પણ મહત્વના મંત્રી પદની માંગ કરી રહી છે.

Read More: રાષ્ટ્રપતિએ નરેન્દ્ર મોદીને વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા, નવમી જૂને શપથવિધિ

વિપક્ષી ઇન્ડી ગઠબંધન પણ મજબૂત

આ દરમ્યાન ઇન્ડી ગઠબંધને આ લોકસભા ચૂંટણીમાં ભાજપને સખત પડકાર આપ્યો હતો અને જંગી જીત મેળવી હતી. 2014માં પીએમ મોદી સત્તામાં આવ્યા બાદ વિપક્ષ પહેલીવાર આટલો મજબૂત દેખાઈ રહ્યો છે. વિપક્ષી ગઠબંધનને કુલ 232 બેઠકો મળી હતી. પરંતુ તે બહુમતીથી પણ ઘણી ઓછી હતી. એટલે કે 272માંથી 40 બેઠકો ઓછી. આ લોકસભા ચૂંટણીમાં વિપક્ષી જૂથ ઇન્ડી ગઠબંધનનું નેતૃત્વ કરતી કોંગ્રેસે 328 બેઠકો પર ચૂંટણી લડી હતી અને 99 બેઠકો જીતી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા