MP કફ સિરપ કાંડ બાદ WHOની ચેતવણી! ભારતમાં બનેલી 3 સિરપને જોખમી ગણાવી

નવી દિલ્હી: મધ્યપ્રદેશમાં સરકારી દવાખાનામાંથી આપવામાં આવેલી કફ સિરપ પીવાથી 20 બાળકોના મોત થતા ખળભળાટ મચી (Madhya Pradesh Cough syrup death) ગયો છે. કફ સિરપ મેન્યુફેક્ચરર શ્રી સન ફાર્મા વિરુધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ(WHO) એ ભારતમાં ત્રણ કફ સિરપ અંગે ચેતવણી જાહેર કરી છે. WHOએ ભારતીય અધિકારીઓને વિનંતી કરી કે તેઓ કફ સિરપની તપાસ કરે અને તેનો રીપોર્ટ WHOને આપે.
WHO એ શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના કોલ્ડ્રિફ, રેડનેક્સ ફાર્માસ્યુટિકલ્સની રેસ્પિફ્રેશ ટીઆર અને શેપ ફાર્માની રીલાઇફના કેટલીક બેચ અંગે ચેતવણી આપી છે. WHO જણાવ્યું કે ભારતમાં બનેલી આ સીરપ જોખમી છે અને જીવલેણ સાબિત થઇ શકે છે.
ભારત પાસે જવાબ માંગ્યો:
WHOએ અગાઉ ભારતીય અધિકારીઓને પૂછ્યું હતું કે શું આ સીરપની અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવી છે? WHOએ જણાવ્યું કે ભારત તરફથી મળેલી માહિતીના આધારે ગ્લોબલ મેડિકલ પ્રોડક્ટ્સ એલર્ટ જાહેર કરશે.
ભારતનો જવાબ:
અહેવાલ મુજબ સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) એ WHO ને જણાવ્યું છે કે સિરપમાં ઝેરી ડાયથિલિન ગ્લાયકોલ(diethylene glycol)ની માત્રા માન્ય લિમીટ કરતા લગભગ 500 ગણી વધુ હતી. આવી સીરપની ભારતમાંથી નિકાસ કરવામાં આવી ન નથી.
મધ્યપ્રદેશની ઘટના બાદ સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઇઝરી જાહેર કરીને જણાવ્યું છે કે બાળકોને કફ સિરપ પ્રીસ્ક્રાઇબ કરવી નહીં છે. બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આવી દવાઓ આપવી નહીં.
આપણ વાંચો: ઇઝરાયલે ગાઝામાં 13 પરમાણુ બોમ્બની અસર જેટલા વિસ્ફોટકો ફેંક્યા, કાટમાળ દુર કરવામાં 15 વર્ષ લાગશે