Top Newsનેશનલ

પશ્ચિમ બંગાળમાં નિપાહ વાયરસ અંગે WHO એ આપ્યું મહત્વનું અપડેટ, જાણો શું કહ્યું…

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લામાં નિપાહ વાયરસના ચેપના બે કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. એશિયાના કેટલાક દેશોએ ભારતથી તેમના પ્રદેશમાં પ્રવેશતા લોકોમાં વાયરસના ચેપના લક્ષણોની તપાસ માટે નિર્દેશ આપ્યા છે. એવામાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO)એ મહત્વનું અપડેટ આપ્યું છે.

આજે શુક્રવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) એ જણાવ્યું હતું કે ભારતમાં નિપાહ વાયરસના ફેલાવાનું જોખમ ઓછું છે. મુસાફરી કે વેપાર પર પ્રતિબંધોની કોઈ જરૂર નથી.

વાયરસ ફેલાવાની શક્યતા કેટલી?
WHOની સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી એક અપડેટમાં મુજબ ભારતમાં માનવ-થી-માનવ ચેપમાં વધારો થયો હોવાના કોઈ પુરાવા નથી. રાષ્ટ્રીય, પ્રાદેશિક અને વૈશ્વિક જોખમ જોખમ ખુબજ ઓછું છે.WHO એ જણાવ્યું હતું કે કેસ ફક્ત એક જિલ્લા પૂરતા સીમિત છે, દર્દીઓએ તાજેતરમાં જીલ્લા બહાર કોઈ મુસાફરી કરી ન હતી.કેન્દ્રિત આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

MOHAP

UAEએ પ્રોટોકોલ લાગુ કર્યા:
UAEએ તેના એરપોર્ટસ પર પ્રોટોકોલ લાગુ કર્યા છે. UAEની મીનીસ્ટ્રી ઓફ હેલ્થ એંસ પ્રિવેન્શન (MoHAP)એ જણાવ્યું કે તેઓ એવિએશન વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. UAEમાં પ્રવેશતા મુસાફરોને તાવ, શ્વસન તકલીફ અથવા ન્યુરોલોજીકલ રોગના લક્ષણો દેખાય તેની તપાસ કરવામાં માટે વ્યવસ્થા કરવામાં આવી છે.

નિપાહ વાયરસ કેટલો ઘાતક?
નિપાહ વાયરસ (NiV) એક ઝૂનોટિક વાયરસ છે, આ વાયરસ ચામાચીડિયા અને ફલાયિંગ ફોક્સીઝ જેવાં પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે. ખોરાક અને પાણી દ્વારા આ વાયરસ માણસમાંથી માણસમાં પણ ફેલાઈ શકે છે.

આ વાયરસ સામાન્ય રીતે માનવ શરીરમાં પાંચથી 14 દિવસ સુધી રહે છે, અને ત્રણથી ચાર દિવસમાં લક્ષણો દેખાવા લાગે છે. આ વાયરસ જીવલેણ સાબિત થઇ શકે છે. વાયરસના ચેપને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડવી, આંચકી આવવી, તાવ અને માથનાં દુખાવાથી તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા) જેવી તકલીફો થઇ શકે છે. નીપાહ વાયરસ ન્યુરોલોજીકલ રોગનું કારણ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં દર્દીઓ 24 થી 48 કલાકની અંદર કોમામાં સરી શકે છે.

WHO ના જણાવ્યા મુજબ નીપાહ વાયરસને કારણે મૃત્યુદર 75% સુધીનો છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button