માલેગાંવ બ્લાસ્ટ કેસમાં યોગી આદિત્યનાથને ફસાવવા કોણે કરેલો પ્રયાસ ? સાક્ષીએ કર્યો ધડાકો | મુંબઈ સમાચાર

માલેગાંવ બ્લાસ્ટ કેસમાં યોગી આદિત્યનાથને ફસાવવા કોણે કરેલો પ્રયાસ ? સાક્ષીએ કર્યો ધડાકો

નવી દિલ્હી : માલેગાંવ બોમ્બ બ્લાસ્ટ કેસનો ગુરુવારે ચુકાદો આવ્યો છે. જેમાં એનઆઈની વિશેષ અદાલતે આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા અને કર્નલ પુરોહિત સહિત તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જેમાં આરએસએસ વડા મોહન ભાગવતની ધરપકડ કરવાના ખુલાસા બાદ હવે યુપીના સીએમ યોગી આદિત્યનાથને પણ આ કેસમાં ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

સરકારી સાક્ષી મિલિન્દ જોશીનો ખુલાસો

આ અંગે મળતી માહિતી મુજબ માલેગાંવ બ્લાસ્ટ કેસના એક સાક્ષીએ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. માલેગાંવ બોમ્બ બ્લાસ્ટના સરકારી સાક્ષી મિલિન્દ જોશીએ જણાવ્યું કે તેની પર યોગી આદિત્યનાથ અને આરએસએસ તથા કેટલાક દક્ષિણપંથી સંગઠનો સહિત અન્ય લોકોને ફસાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. તેની માટે તેમને અનેક દિવસો સુધી
કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

અસીમાનંદ અને યોગી આદિત્યનાથનું નામ સામેલ કરે

આ અહેવાલ મુજબ, પોલીસ અધિકારી મહબુબ મુજાવરે જણાવ્યું હતું કે તત્કાલિન સરકારનો ઉદ્દેશ હિંદુત્વના રાજકારણને સમાપ્ત કરવાનો હતો. તેમજ આ કેસના સરકારી સાક્ષી મિલિન્દ જોશી પર દબાણ હતું કે તે અસીમાનંદ અને યોગી આદિત્યનાથનું નામ આ કેસમાં સામેલ કરે. જેની માટે તપાસ અધિકારીઓએ તેમને હેરાન પણ કર્યા હતા.

હેતુ ભગવા આતંકવાદને સ્થાપિત કરવાનો

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ હિંદુત્વના ફાયર બ્રાંડ નેતા છે. તેમજ સરકારી સાક્ષીના જણાવ્યા અનુસાર માલેગાંવ બ્લાસ્ટ કેસમાં યોગી આદિત્યનાથ અને મોહન ભાગવતને ફસાવવાનું ષડયંત્ર રચવામાં આવતું હતું. તેમજ તેનો હેતુ ભગવા આતંકવાદને સ્થાપિત કરવાનો હતો.

આ પણ વાંચો…માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર નિર્દોષ છૂટ્યા? NIA કોર્ટના અવલોકન, જાણો 17 વર્ષમાં શું શું બન્યું?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button