નેશનલ

બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુ કોને મળી?

સોશ્યલ મીડિયા પર ફોટોગ્રાફ વાયરલ

કેલિફોર્નિયા: ટોચની ભારતીય શટલર પીવી સિંધુ એપલના સીઈઓ ટિમ કૂકને કેલિફોર્નિયામાં એક લોન્ચ ઈવેન્ટમાં મળી હતી અને આ દરમિયાન લીધેલી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Appleએ તેના નેક્સ્ટ જનરેશનના iPhonesનું અનાવરણ કર્યું હતું અને આ કાર્યક્રમ ક્યુપરટિનો USમાં કંપનીના હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા સિંધુએ પણ ભાગ લીધો હતો.


સિંધુએ Instagram પર Apple CEO સાથે એક સેલ્ફી શેર કરી હતી અને આ ક્ષણને “અવિસ્મરણીય” ગણાવી હતી. એટલું જ નહીં, તેની આગામી ભારત મુલાકાત દરમિયાન કૂક સાથે બેડમિન્ટન રમવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો.


સિંધુએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે ટિમ કૂક સાથે મુલાકાતની એક અવિસ્મરણીય ક્ષણ! મને રાખવા બદલ આભાર, ટીમ. અદ્ભુત, એપલ પાર્ક જોઈને અને તમને મળીને આનંદ થયો! જ્યારે તમે આગામી વખતે ભારત આવશો, ત્યારે હું તમારી બેડમિન્ટન રમવાની ઓફરને સહર્ષ સ્વીકારીશ.


એક અલગ પોસ્ટમાં સિંધુએ કૂક સાથેની તેની વાતચીતની તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે Apple કીનોટ ઇવેન્ટમાં ભાગ લીધા બદલ મારી જાતને ધન્ય માનું છું, જે નવીનતા, આશ્ચર્ય અને એક મહાન વ્યક્તિ સાથેની વાતચીતનું વચન આપે છે. આભાર ટિમ કૂક.


અત્રે ઉલ્લેખનીય છે કે એપલે ગઇકાલે ચાર મૉડલ- iPhone 15, 15 Plus, 15 Pro અને 15 Pro Max સાથે નવી iPhone સિરીઝ લૉન્ચ કરી હતી, જે ઉદ્યોગ-અગ્રણી સુવિધાઓ સાથે આવે છે. પ્રથમ વખત, ‘મેક ઇન ઇન્ડિયા’ iPhone 15 22 સપ્ટેમ્બરથી વૈશ્વિક વેચાણ માટે ઉપલબ્ધ થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો